У нас вы можете посмотреть бесплатно Golden Jubilee | Dominican Sisters | Balasinor | માતૃછાયા સંસ્થાની “સુવર્ણ જયંતિ или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
આજે માતૃછાયા સંસ્થા પોતાના “સુવર્ણ જયંતિ”ની ઉજવણી કરી રહી છે ત્યારે ઉપસ્થિત આર્ચબિશપશ્રી થોમસ મેકવાન, દોમનીકન મંડળના સિસ્ટરો,આમંત્રિત ફાધરો, આમંત્રિત મહેમાનો તથા મારી વ્હાલી બહેનો અને આજના આ ટાણે પધારેલ પૂર્વ વિદ્યાર્થીનિઓ આપ સર્વનું માતૃછાયા સંસ્થા વતી હૃદયપૂર્વક સ્વાગત કરું છુ. 50 વર્ષ પહેલાની આ ભૂમિ જાણે આજે જંગલમાં મંગલ બનેલ છે. આ ભૂમિમાં લાખોની સંખ્યામાં લોકોની સાથે ફાધરો, સિસ્ટરો તથા ધર્મજનોના પગલાં, સાથ સહકાર તથા સુમેળભર્યા સંબંધોથી મહેકી ઉઠી છે. “માતૃછાયા” નામને શોભે તેમ 50 વર્ષથી ગૂંજી ઉઠેલ સંસ્થા આજે આ સુવર્ણ પર્વે આનંદીત છે. તો ચાલો આજે હું તેના ઇતિહાસની તમને ઝાંખી કરાવું. ઈસુ સંઘીય ફા.ઈગનેશીયસ ગાઝો બાલાસિનોરના મુખ્ય સભાપુરોહિતના આમંત્રણને માન આપી તેનો સ્વીકાર કરી ઈ.સ. 1974 માં ગુલાબમાળાના દોમિનિકન સિસ્ટરો – નાનાં બાળકો,સ્ત્રીઓ તથા નવયુવાનોને શૈક્ષણિક,સામાજિક આરોગ્ય તથા કાયદાકીય શિક્ષણ પૂરું પાડવાના એક સ્વપ્ન લઈને આવ્યા સિ.આરકોનાદો તથા સિ.લેટિસયા પરમારની મુલાકાત બાદ ઈ.સ.1975 થી કરુણા નિકેતન પેરિસ પ્રાગંણના બે રૂમોમાં રહીને કાર્યની શરૂઆત કરવામાં આવી. અલગ અલગ ગામડાઓમાં મુલાકાત કરી સંસ્થા દ્વારા સૌપ્રથમ ખેમપુરમાં મોબાઇલ ડિસ્પેન્સરીની શરૂઆત કરી. ત્યારબાદ બાલાસિનોર સહિત લકડીપોરડા, હડમતીયા ખેમપુર, નવગામા અને પીપલાતા જેવા ગામડાઓમાં બાલવાડીની શરૂઆત કરી. ત્રીજી માર્ચ 1977 માં માતૃછાયા કમ્યુનિટીની આજની આ ઉપસ્થિત ભૂમિમાં શરૂઆત કરવામાં આવી. જેમાં અત્યારે હાલ ચાલી રહેલ કરુણા નિકેતન હાઇસ્કૂલ ની શરૂઆત માતૃછાયા પટાંગણમાં ધોરણ 5અને ધોરણ 6 દ્વારા ઔપચારિક શિક્ષણના મજબૂત પાયો નાખીને કરવામાં આવી. બાળાઓને રહેવા માટેની સુવિધા પૂરી પાડવામાં આવી. સુવિધાનો લાભ લઈને અત્યાર સુધીમાં અંદાજિત 5000થી વધારે બહેનો ધોરણ 12 સુધીનો અભ્યાસ પૂર્ણ કરી વિવિધ ક્ષેત્રો જેવા કે નર્સિંગ ,ટિચર, સમાજસેવિકા, એન્જિનિયર, વકીલ તથા અન્ય ક્ષેત્રો એ પોતાની આગવી ઓળખ ઉભી કરેલ છે. હોસ્ટેલ માં રહેતી બહેનોને આધ્યાત્મિક ધ્યાન પ્રાપ્ત થતાં પ્રભુનું તેડું મળેલ કે જે થકી તેઓ આજે આ સંસ્થામાં સિસ્ટર તરીકે કાર્યરત છે. જેઓ અત્યારે આપણી મધ્ય ઉપસ્થિત છે સિસ્ટર નિરૂ, સિસ્ટર કુકુસુમ સિસ્ટર ઉર્મિલા અને સિસ્ટરસ્મિતા. ગામડાઓની બહેનોને સક્ષમ તથા પગભર કરવા માટે માતૃછાયા સંસ્થાના સિસ્ટરો દ્વારા અલગ અલગ પ્રવૃત્તિઓ જેવી કે બચત મંડળ, કલા કૌશલ્ય ભરત ગુંથણ, સીવણ કલાસ, બ્યુટીપાર્લર ,કમ્પ્યુટર ક્લાસ, સ્પોકન ઇંગ્લિશ વગેરે જેવી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી છે.જે અત્યારે પણ કાર્યરત છે. માતૃછાયા સંસ્થા જુદી જુદી સંસ્થાઓ સાથે નેટવર્કિંગ દ્વારા વિવિધ સરકારી યોજનાઓનો લાભ લાભાર્થી સુધી પહોંચાડવાનું ભગીરથ કાર્ય પણ કરી રહી છે. માતૃછાયા સંસ્થા દ્વારા આયોજિત અલગ અલગ કાર્યક્રમોમાં ઘણા બધા સરકારી અધિકારીઓ પણ હાજર રહી માર્ગદર્શન પૂરું પાડતા રહે છે જે માતૃછાયા સંસ્થા માટે એક ગૌરવની બાબત છે. ઈ.સ.2014 થી માતૃછાયા સંસ્થા દ્વારા કાનૂની સલાહ કેન્દ્ર ચલાવવામાં આવ્યું.જેમાં કોર્ટ બહાર ઘણા બધા કેસોનું નિરાકરણ કરવામાં આવેલ છે. માતૃછાયા સંસ્થા નૈસરગીક મહામારી કે માનવીય મહામારી જેવી કે અતિવૃષ્ટિ, કોરોના કાળ સમયમાં પીડિતોને યોગ્ય સહાય સમયસર પૂરી પાડી અને તે લોકોને પોતાના જીવનમાં ફરીથી જીવંત કરી દીધા છે. 2 વર્ષ પહેલા માનવ તસ્કરીમાંથી બાળકો ,બહેનો ,યુવાનોનો બચાવ થાય તે માટે સ્કૂલો, કોલેજો તથા ગામડાઓમાં જાગૃતિ કાર્યક્રમ પણ હાથ ધરેલ છે. માતૃછાયા સંસ્થા હાલમાં છેવાડાના ગામડાઓમાં રહેતા બાળકોને પોષણયુક્ત આહાર દરરોજ પૂરો પાડે છે. માતૃસંસ્થા આ દરેક પ્રવૃત્તિ માટે સ્વયંસેવકો ,કર્મચારીઓ તથા દાતાશ્રીઓએ તેમને કરેંલ મદદ માટે આજના આ સુવર્ણ જયંતી ટાણે યાદ કરી પોતાની આભારની લાગણી વ્યક્ત કરતાં આનંદ અનુભવે છે અને તે સર્વનો હૃદયપૂર્વક આભાર માને છે. Join this channel to get access to perks: / @bbnbhumel Brotherhood, Love and Peace / bbnbhumel BBN Youtube ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો...જેથી દરેક મહત્વના વીડિયોની નોટિફિકેશન તમને મળતા રહેશે. #matruchayabalasinor #bbnbhumel #viralshorts #viralvideo #shorts #viralreels #viralyoutube