У нас вы можете посмотреть бесплатно Trangalsha pir || Keshod || ત્રાંગળશા પીર દરગાહ કેશોદ или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
આશરે એક હજાર વર્ષ પહેલાંના સમયમાં ત્રાંગળશાહપીર તથા તેમના બહેન રહેમતમાં રાણીંગપરા ડુંગર ઉપર ઢોર ચરાવવા જતાં એ સમયે રાક્ષસી લોકો તેમના ઢોરોને વારી જતાં એવું ઘણો સમય ચાલતું રહ્યુ એક દિવસ ત્રાંગળશાહપીર રાક્ષસી લોકો સામે જંગે ચડ્યા જંગ ખેલતા ખેલતા ત્રાંગળશાહપીર જંગમાં શહિદ થયા પરંતુ તેનુ ધડ લડતુ લડતુ જ્યાં પડ્યુ હતુ તે જગ્યાએ વસવાટ થયો અને તે ગામ ધ્રાંબાવડ તરીકે ઓળખાયુ બાદમાં ત્રાંગળશાહપીરના ધડે તેમના બહેન રહેમતમાને કહ્યુ કે મારૂ ધડ લઈને રાણીંગપરા ડુંગરે જતા રહો ત્યાં જઈ ડુંગરને કહેજો કે અમને જગ્યા આપો તેમના બહેન રહેમતમાંએ રાણીંગપરા ડુંગર ઉપર જઈ કહેલું કે મને તથા મારા ભાઈના ધડને જગ્યા આપો ત્યારે ડુંગરે જગ્યા આપી અને રહેમતમાંએ તેમના ભાઈ ત્રાંગળશાહપીરના ધડ સાથે સમાધી લીધી સમાધી લીધા બાદ ચારસો વર્ષ સુધી આ વાતની કોઈને જાણ ન હતી તે વખતે કેશોદના તમામ જ્ઞાતીના લોકો ત્યાં ઢોર ચરાવવા જતા હતા ત્યારે ઝેરી વનસ્પતિઓ ખાધા બાદ તમામ ઢોર મૃત્યું પામ્યાં હતાં તે વખતે મુસ્લિમ ઈબ્રાહીમપીર નામથી ઓળખાતા સંધી ગામેતી પણ રાણીંગપરા ડુંગર ઉપર ઢોર ચરાવવા ગયા હતા જેમને બીજાઓના ઢોર ચરાવવાનું પણ કામ સોંપ્યું હતુ તે તમામ ઢોરનુ પણ મૃત્યુ પામવાથી ઈબ્રાહીમપીરને થયુ કે જેઓના ઢોર ચરાવવા લઈ આવ્યો છું તેઓને મારે શું જવાબ આપવો? હવે મારા ઉપર કલંક લાગશે તેવા ડરથી તેણે આત્મહત્યા કરવાનો નિર્ણય લીધો કહેવાયછે કે આત્મહત્યાની સંપૂર્ણ તૈયારી વખતે ગેબી અવાજ સંભળાયો હે માણસ તું આ શું કરી રહ્યો છે? ઈબ્રાહીમપીરે બનેલી તમામ હકીકતનું વર્ણન કર્યા બાદ ફરીથી ગેબી અવાજ સંભળાયો કે તું કેશોદ ગામમાં જઈ કહેજે કે અહી તમામ જ્ઞાતીના પીર કહેવાય એવા ત્રાંગળશાહપીર છે અને સાથે ત્રાંગળશાહપીરે કહેલું કે મને ભાદરવા મહિનાના પહેલા દિવસે ઘી નો દિવો તથા મલીદો ચડાવજો અને ઢોલ શરણાઈ સાથે મારો મેળો મનાવજો ઈબ્રાહીમપીર કેશોદ પરત આવ્યા અને ગામ લોકોને આ બધી વાત કરી બાદમાં બધા લોકો સાથે મળી રાણીંગપરા ડુંગરે ગયા ત્યારે ઈબ્રાહીમપીરે ત્રાંગળશાહપીરને કહેલું કે મૃત્યુ પામેલા ઢોરનું શું કરવુ? ત્યારે ફરીથી ગેબી અવાજ સંભળાયો અને કહ્યું લીલો ફાળીયો બધા ઢોર માથે ફેરવો ઈબ્રાહીમપીરે બધા ઢોર માથે લીલો ફાળીયો ફેરવતા તમામ ઢોર સજીવન થયા ત્યારથી રાણીંગપરાનો ડુંગર ત્રાંગળશાહપીરના નામથી ઓળખાયો ત્યાં આજની તારીખે પણ બાર ફુટનો કુવો આવેલો છે તેમાંથી પીવા માટેનું પાણી ખુંટતુ જ નથી ત્યારથી આજ સુધી દર વર્ષે ભાદરવા મહિનાના પહેલા સોમવારે મેળો ભરાય છે જે રવિવારની રાત્રીથી સોમવારના દિવસ સુધી મેળો ભરાયછે મેળાની એક રાત્રી બાદ આખા વર્ષમાં ત્યાં આજ દિન સુધી કોઈ રાત્રી રોકાણ કરી શકતુ નથી ત્યારથી દર વર્ષે ભાદરવાના પહેલા સોમવારે હજરત પીર ત્રાગળશાહ વલીનો ઉર્ષ હિન્દુ મુસ્લિમ એકતા સાથે ઉજવણી કરે છે. #ત્રાંગળશા_પીર #ત્રાંગળશા_પીર_દરગાહ #Trangalsha_pir #Trangalsha_pir_dargah #Keshod #trangalsha_pir_keshod