У нас вы можете посмотреть бесплатно સોશિયલ મીડીયાનો સદુપયોગ માણસને ગ્લોબલ બનાવી શકે છે - Kanjibhai Bhalala ll વિચારોનું વાવેતર ll 52 TT или скачать в максимальном доступном качестве, которое было загружено на ютуб. Для скачивания выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
૫૨ માં થર્સ-ડે થોર્ટ કાર્યક્રમમાં શ્રી કાનજીભાઈ ભાલાળા એ જણાવ્યું હતું કે, હવે મશીન માણસ જેવા થતા જાય છે. જયારે માણસ.. મશીન જેવા થતા જાય છે. આદીમાનવથી.. આધુનિક માનવ સુધીની યાત્રામાં નવી શોધો એ માણસના જીવન ઉપર અસર કરી છે.પથ્થર યુગમાં અગ્નિની શોધ, પછી, ચક્રની શોધ, વીજળી અને કોમ્પ્યુટર માનવજીવનમાં મોટો ફેરફાર લાવનારી શોધો છે. પરંતુ, ૨૧મી સદીમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજી એ ખુબ ઝડપથી માનવજીવનને પ્રભાવિત કર્યું છે. ત્યારે નવો વિચાર આપતા જણાવ્યું હતું કે, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, નવા યુગની ઓળખ છે, તેના ઉપયોગમાં પડકાર કરતા પ્રગતિ વધુ છે. ૨૦૧૬ માં નોટબંધી પછી ભારતે ડીજીટલ ઇન્ડિયા બનવા તરફ ગતિ કરી છે. ૨૦૨૦ માં કોરોના અને લોકડાઉનને કારણે ઓનલાઈન વેપાર અને ઓનલાઈન એજ્યુકેશન માટે નવી દિશા મળી છે. પરંતુ છેલ્લા પાંચ વર્ષમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજી એ દુનિયાને ગ્લોબલ કરી દીધી છે. સોશિયલમીડિયા માણસને રાતોરાત ગ્લોબલ બનાવી શકે છે. હવે ધંધા, વેપાર- વ્યવસાય કે સેવા ને કોઈ દેશના સીમાડા નથી નડતા ત્યારે ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવો જોઈએ. નવી ટેકનોલોજી અને સોશિયલમીડિયા ને કારણે અનેક પડકારો ઉભા થયા છે. પરંતુ, પડકાર કરતા પ્રગતિ વધુ છે. ટેકનોલોજીને નફરત કરવાને બદલે વિવેકપૂર્વક ઉપયોગ કરવો તે ખરી સમજણ છે. ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને સોશિયલમીડિયા ને કારણે લોકોની માનસિકતા ને અસર કરી છે. મોબાઈલને દુષણ ગણતા પહેલા તેની અનિવાર્યતા સમજવી જોઈએ. હવે તેને માનવજીવન માંથી દુર કરી શકાય તેમ નથી જ તેથી સમજણ પૂર્વકનો ઉપયોગ કરવો અને બાળકોને શીખવાડવો તે જ ખરો ઉપાય છે. #thursdaysthoughts #health #wealth #happiness #kanjibhaibhalala ******************************************************************* ❋ Instagram : / spss_surat ❋ Facebook : / shreesaurashtrapatelsevasamajsurat ❋ LinkdIn : / shree-saurashtra-patel-seva-samaj-surat-78... ❋ Twitter : / official_spss ❋ Youtube : / @spss_surat ❋Website : https://www.spsamaj.org/ ☎ For more info. Ph. +91 99091 88222