У нас вы можете посмотреть бесплатно દેશી ચૂલામાં બનેલો અને સાસણ ગીર જંગલના માહોલમાં બ્રેકફાસ્ટ | Devaliya safari traditional food или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
સાસણ ગીર ની આ ટ્રીપ આ વખતે સિંહ અને દીપડા ને કારણે નહિ પણ કઈક જુદાજ કારણ થી યાદગાર રહી. સાસણ પહોંચ્યા પછી 1 કલ્લાક માટે ફ્રેશ થવા એક હોટેલમાં રૂમ રાખ્યો ત્યાર બાદ સવારે 7 થી 7.15 વચ્ચે નીકળ્યો દેવળીયા સફારી પાર્ક જવા. જોકે ઈરાદો તો એક સાથે ઘણા કામ કરવાનો હતો, એક તો દેવળીયામાં સિંહ અને અન્ય પ્રાણીઓ જોવા પણ હતા કારણકે અહીં આવ્યે વર્ષો વીતી ગયા અને એક વ્લોગ પણ મારી વાઈલ્ડ લાઈફ ચેનલ "ધ જંગલ બુક ઓફ ઇન્ડિયા" માં પણ દેવળીયા સફારી માટે વ્લોગ બનાવવો હતો, તો ગુજ્જુ બોક્સ માટે ટુરિઝમને લગતો વ્લોગ પણ તૈયાર કરવો હતો. પણ તેની પહેલા પેટપૂજા એ સૌથી મોટો ટાસ્ક હતો. કારણકે ગીરના એ ગાઢ જંગલ વચ્ચે વાડી વિસ્તારો માં લાકડાના દેશી ચુલ્હા પર ગરમાગરમ પરોઠા, થેપલા, તિખારી, ચા અને અન્ય નાશ્તો પીરસતો હોય તો પછી મન બીજા કામોમાં કઈ રીતે લાગે. અહીં એકદમ દેશી સ્ટાઇલ થી ખાટલા પર આરામ ફરમાવતા કુદરતી વાતાવરમાં પક્ષીઓના કલરવ અને ક્યારેક ક્યારેક તો સિંહોની ડણક સાંભળતા સાંભળતા કે પછી ગામડાના વડલા પર જે રીતે વડવાઈ સાથે જુલો બાંદ્યો હોઈ એ રીતે હિંડોળા અને ટાયર ના જુલા પર હીંચકા ખાતા ખાતા લોકો બ્રેકફાસ્ટ કરી શકે છે. શબ્દો આમતો પૂરતા છે તમારા મનસ્પટલ પર આંખે આખું દ્રશ્ય ચિત્રાંકિત કરી દેવા માટે ... પણ એના કરતા આ વીડિયોમાં બધું આપના માટે કેદ કરીને આવ્યો છું જેથી ત્યાંના વાતાવરણ અને એ મિજબાનીની અનુભુતી તમે કરી શકો. તો વીડિયો પૂરો જોવા નમ્ર વિનંતી છે. Address : Shree Somnath Dhaba Devaliya Safari Park road, 1 km from 1st check post Gir સાસણ ગીરની વાડીઓમાં બ્રેકફાસ્ટ | Gir forest breakfast in farm | Devaliya safari traditional food