У нас вы можете посмотреть бесплатно #jaygirnari или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
વેલો બાવો: કાળી કોયલ કલકલે, ભેરવ કરે ભભકાર, નિત નગારાં ગડહડે, ગરનારી વેલનાથ ! અઘોર નગારાં તારાં વાગે ગરનારી વેલા ! અઘો૨ નગારાં તારાં વાગે ! ભવે રે સરમાં દાતણ રોપ્યાં રે ચોય દશ વડલો બિરાજે-ગરનારી૦ ગેામુખી ગંગા, ભીમકંડ ભરિયા પરચે પાણીડા પોંચાડે-ગરનારી૦ ચોસઠ જોગણી બાવન વીર રે હોકાર્યાં મોઢા આગળ હાલે-ગરનારી૦ વેલનાથ ચરણે બોલ્યા, રામૈયો ધણી ગરનારી ગરવે બિરાજે-ગ૨નારી૦ ગતિ ને મતિ મારા ગુરૂજીની ગાંઠે જી ગુરૂજીના ગુંજામાં છે ગરનાર હાં - એવા૦ વેલનાથ ચરણે બોલ્યા રામૈયા દાસ રે રામયાને ચરણોમાં રાખ-એવા૦ ♣ એાળખજો રે કોઈ એાળખાવજો ! બાળા જોગીને કોઈ બોલાવજો ! આ કળજુગની દોરી વેલે લીધી હાથ દોરીમાં બોલે દીનોનાથ, મેરૂ શિખર ને ગગન ધામ તીયાં વસે છે વેલૈયો નાથ. દીઠી કરી અણદીઠી નવ થાય ઈ રે કાયાનો ગઢ કેમ લેવાય ! અવળી ગુલાંટે જે નર જાય ઈ કાયાને ગઢ એમ જીતાય. પેલા તે સોટે પૂગ્યા રામ જ્યાં હતા ધણીના વિશરામ. ધરમધણી બાવે સાખીઆ પૂર્યા તે દિ' વેલૈયો ચતરાયા થીયા. વેલાને ચરણે બેાલ્યા રામ તમારી સરીખાં મારે કામ, ગિરનારી વેલાના ઉતારા કોઇ 'સમદર બેટ'માં હોવાનું રામૈયે ગાયું. કયો એ બેટ, તેની ખબર પડતી નથી. પણ રામૈયા મસ્તીએ ચડ્યા, એની સન્મુખ ગુરૂજીનું સુંદર તપસ્વી સ્વરૂપ રમવા લાગ્યું: [ ૧૦૭ ] ગરનારીના ઉતારા રે ભાઈ ! વેલાના ઉતારા રે સમદર બેટમાં રે જી ! ♣ ટાઢા એવા ટુકડા રે બાલુડાને જમવા રે જી; જે જે એની જમ્યા તણી ચતુરાઈ - ગરનારીના૦ ફાટલ એવાં વસ્ત્ર રે બાળુડાને પેરવા રે જી; જો જો એની પેર્યા તણી ચતુરાઈ - ગરનારીના૦ સૂળીને તે માથે રે બાળુડાના સાથરા રે જી; જે જે એની પાઢ્યા તણી ચતુરાઈ - ગરનારીના૦ વેલાને તે ચરણે રે રામો બાવો બોલીયા રે જી; દેજે ! દેજે ! પીરૂના ચરણુંમાં વાસ – ગરનારીના૦ ♣ ગરનારી ! ગરવો શણગાર રે જૂના જોગી ! ગરવો શણગાર રે જૂનાણું જોયાની મારે હામ છે. મરઘી-કંડ કાંઠે ઉભી જોગણ રે બાળુડા ! મરઘી કંડ કાંઠે ઉભી જોગણી રે જોગણી કરે લલકાર રે - જૂનાણું૦ ચડવા ઘોડો પીરને હંસલો બાળુડા ! ચડવા ઘોડે પીરને હંસલો ખળકે તીર ને કમાન રે - જૂનાણું૦ [ ૧૦૮ ] વેલાનો ચેલો રામ બોલીયા રે બાળુડા ! વેલાનો ચેલો રામ બોલીયા રે આવ્યા શરણે ઉગાર રે - જૂનાણું૦ આ પ્રભાતીયું નારણ માંડળીઆ નામના કોઈ કણબીએ રચ્યું છે: જાગોને ગરવાના રે રાજા ! જાગોને ગરનારી રાજા ! તમ જાગે પરભાત ભયા. દામે રે કંડ ગરૂ ! વાડી તમારી ટાઢાં રે જળ એ કરિયાં: દામા કંડમાં નાવાં ધોવાં પંડનાં પ્રાછત દૂર થીયાં - જાગોને૦ ભવનાથજીમાં મેળો ભરાણો કુળ તેત્રીસ દેવ જોવા મળ્યા; ભવનાથજીમાં રે ભજન કરતાં લખ ચોરાશીના ફેરા ટળ્યા - જાગેાને૦ ઉંચું રે દેવળ માતા અંબાનું કહીએ નીચા વાઘેશરીના મોલ રે; વેદીઆ નર ત્યાં વેદ જ વાંચે મુનિવર તારૂં ધ્યાન ધરે – જાગોને૦ તાલ પખાજ વેલા ! જંતર વાગે ઝાલરીએ ઝણકાર ભયો; વેલનાથ ચરણે ગાય નારણ માંડળીઓ શરણે આવીને તમારે રીયો – જાગોને૦ [ ૧૦૯ ] મૈયારી ગામના ગરાસીઆ રાણીંગ મેર પણ વેલાના દાસ બન્યા. એણે ભજન આદર્યા : રાણીંગદાસ સરભંગી સાબના ચેલા. રાણીંગદાસ ગિરનારી સાબના ચેલા. મેલી મયારી ને મેલી રે મમતા હુવા ગરાસીઆ ઘેલા - રાણીંગદાસ૦ ગરવેથી ગેબી જોર બજાવે ને પાયા પિયાલા લઈ પૂરા - રાણીંગદાસ૦ પીયા પિયાલા મગન ભયા મન છૂટી સેનામાં ગજ ગેલા - રાણીંગદાસ૦ શબદે મારે ને શબદે જીવાડે ધણી શબદ સૂકાને કરે લીલા - રાણીંગદાસ૦ વેલનાથ ચરણે બોલ્યા રાણીંગદાસ માતા મીણાં ને પિતા વેલા - રાણીંગદાસ૦ ભૈરવ–જપના શિખરની નજીક સાત વીરડા છે. એ વીરડા વેલા બાવાના કહેવાય છે. દર વર્ષે મહા શિવરાત્રિના મેળા વખતે એક વેલા બાવાના વંશ માંહેલો માણસ ને એક સેંજળીઆ કણબીનો કુટુંબી એ વીરડા પર જાય છે. પાંદડાનો કુચો વાળી ચોળી વીરડા સાફ કરે છે. લોબાનનો ધૂપ પેટાવે છે. પછી એકતારાના સૂર સાથે આરાધ ઉપાડે છે કે: આવો તો આનંદ થાય નાવો તો પત જાય રે : ગરવા વાળા નાથ વેલા ! આ રે અવસર આવજો ! [ ૧૧૦ ] અનહદ વાજાં વાગીયાં સ્વામી ! જોઉં તમારી વાટ રે; હું સુવાગણ સુંદરી મારે તમારે વિશવાસ રે – આવો તો૦ કાયામાં [૧]કાળીંગો વ્યાપ્યો થોડે થોડે ખાય રે : ભવસાગરમાં બેડી બૂડતાં બાવે પકડેલ બાંય રે – આવો તો૦ [૨]સામસામાં નિશાન ઘુરે ધણી ! ઘાયે પડઘાયે જાગ રે; ખડગ ખાંડું હાથ લીધું ભાગ્યે, કાળીંગો જાય રે – આવો તો૦ વેલનાથ તમારા હાથમાં બાજીગરના ખેલ રે; વેલા ચરણે બોલ્યા રામૈયો ફેર [૩]મનખ્યો લાવ્ય રે-આવો૦ કહે છે કે પૂર્વે આ ગીત ગવાતું ત્યારે સહુ માણસો દેખે તેમ પત્થરોમાંથી પાણીનાં ઝરણ આવતાં અને વીરડા જળે ભરાતા. એ પરથી તો વરસ મપાતું. વીરડા છલી જાય તો સોળ આના વરસ : ને અધૂરા રહે તો તે પ્રમાણે. વરસની એંધાણી જોવા માટે ઘણા ઘણા કણબીઓ ત્યાં જતા. નજરે જોનારા આ વાતની સાખ પૂરે છે. મુજબનું મળ્યું છે, એ ગીતમાં તો પરચાઓ પ્રત્યે તિરસ્કાર જ દર્શાવ્યો છેઃ વેલા ધણી ! વચન સુણાવ રે ! આગમ વેળાની કરૂં વિનતિ. [૧]બાળૂડા ! બાળૂડા ! મુવાં મૈયતને બોલાવશે એને હથેળીમાં પરમેશ્વર દેખાડે રે એવા પાખંડી નર જાગશે ! [૨]બાળૂડા ! બાળૂડા ! જળને માથે આસન વાળશે; એનાં અદ્ધર પોતીઅાં સૂકાય રે - એવા૦ [૩]બાળૂડા ! બાળૂડા ! બગલાંની વાંસે બાળા ધોડશે, એક નર ને ઘણી નાર રે - એવા૦ બાળૂડા ! બાળૂડા ! ઘોડામુખા નર તો જાગશે, એની વાણીમાં સમજે નહિ કોઈ રે–એવા૦ વેલનાથ ચરણે રામો બોલીઆ રે જી ઈ છે આગમનાં એંધાણ રે આગમ વેળાની કરૂં વિનતિ. વેલા બાવાને 'બાળુડો' 'ગરનારી' 'ગરવાના રાજા' ને 'સરભંગી' એવાં બિરુદ અપાતાંઃ સરભંગી એટલે સર્વ પંથનો; કોઈ એકાદ સંપ્રદાયનો નહિ. રામ બાવાએ આવાં ત્રણસો ભજનો રચ્યા કહેવાય છે. કેટલાએકમાં શબ્દની વિકૃતિ એટલી બધી થઈ ગઈ છે કે અર્થ સૂઝતો નથી. વેલા ભગતની સમાધી સૈારાષ્ટ્રમાં ખાખરીયા સ્ટેશન પાસે ખડખડ ગામમાં છે, જગ્યા સાદી છે. દેવમંદિર જેવું કશું નથી. બીજી જગ્યા ગિરનારની તળેટીમાં ભવેશ્વર પાસે છે. એની ચોથી પાંચમી પેઢીનાં કુટુંબો ખડખડમાં વસે છે. એ લોકો સૈારાષ્ટ્રના ઘણા કોળીઓ પાસેથી કાંઈક લાગો ઉઘરાવીને નભે છે.