У нас вы можете посмотреть бесплатно New Thal BAPS | Akshar Purushottam Thal | Gunatit aavo re | Sung By Madhurvadan Swami или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
**** અક્ષર પુરુષોત્તમ થાળ **** થાળ - ગુણાતીત આવો રે, જમવા હરિ સંગે ગાયક - પૂજ્ય મધુરવદન સ્વામી રચયિતા - પૂજ્ય સ્વરૂપનિષ્ઠ સ્વામી અને પૂજ્ય દિવ્યમનન સ્વામી ****અક્ષર પુરુષોત્તમ થાળ**** ગુણાતીત આવો રે, જમવા હરિ સંગે, સાક્ષાત પધારો રે, વધાવું છું ઉમંગે. ૧ શ્રીજી જોતા રે, સ્વામી તમારી વાટ, હરખે હૈયે રે, આજ બની ગઈ વાત. ૨ મહંત સ્વામીને રે, આનંદ ઉર છલકાય, શ્રીજી સ્વામી રે, જમાડવા હરખાય. ૩ જોડે જમાડું રે, ભક્તિભીનો થાળ, પ્રેમે જમજો રે, વિવિધ વાની રસાળ. ૪ મોતીચૂરના રે, લાડુ જમજો ખાંતે, મગસ મેસૂબ રે, સાટા જલેબી સાથે. ૫ સ્વામીશ્રીજી રે, જોડી કરે જમાવટ, ઘી ને પોળી રે, એવી અનુપ બનાવટ. ૬ ભાવ ભક્તોના રે, પૂરા કરવા કાજ, સ્વામીને લઈને રે, આવ્યા છો મહારાજ. ૭ એકબીજાને રે, કરો જમાડી જોર, અનાદિ જોડી રે, અદ્ભુત છે ચિત્તચોર. ૮ વિધવિધ ફરસાણ રે, જમો જીવન ખાંતે, ખમણ ચટણી રે, આરોગો નિરાંતે. ૯ પત્તરવેલિયાં રે, મહંત સ્વામી ધરાવે, ભજીયાં વડાં રે, જે જે તમને ફાવે. ૧૦ હરિસમ હરિજન રે, જો જાણો જીવન, હૃદયની ભક્તિ રે, ગ્રહી કરો પ્રસન્ન. ૧૧ ગુવાર ને ભીંડો રે, પરવળ કર્યા છે, ફ્લાવર ને ચોળી રે, કઠોળ મેં ધર્યા છે. ૧૨ મરચાં ભર્યાં રે, ખટમીઠાં અથાણાં, હેતે ગ્રેહજો રે, રાખશો મા મણા. ૧૩ ભાણું અધૂરું રે, ભાત વિના કહેવાય, દાળ તુવેરની રે, ગરમ ગરમ પીરસાય. ૧૪ મઠિયાં પાપડ રે, ચોળાફળી સંગાથ, ફરસા ત્રણે રે, જમજો શ્રીજી સાથ. ૧૫ કૃપા કરીને રે, જમ્યા હરિવર આજ, સ્વામીની સંગત રે, ગોઠી ગઈ મહારાજ. ૧૬ તૃપ્ત થઈને રે, ચળુ કરજો સ્વામી, અક્ષર અનાદિ રે, સમેત હે બહુનામી. ૧૭ તલ વરિયાળી રે, આમળાં ગળ્યાં છે, મુખવાસ જમજો રે, પ્રીતે પીરસ્યા છે. ૧૮ હજૂર હરિને રે, અક્ષર શ્રીહરિ સાથ, ઉર અભિલાષા રે, પૂરજો મારા નાથ. ૧૯ દિવ્ય ગુણોથી રે, અંતર પત્તર ભરજો, સ્વામીશ્રીજી રે, સદાય રાજી રહજો. ૨૦ BAPS Thal Aksharpurushottam thal Gunatit aavo re BAPS kirtan BAPS bhajan swaminarayan thal lyrics #swaminarayanthal #BAPSKirtan #bapsthal #aksharpurushottam #swaminarayanbhajan All track and video used from of BAPS swaminarayan sanstha. No copyright infringement intended . Music is not owned by me. Audio use from audio cd/dvd. BAPS Swaminarayan Sanstha Aksharpith, Shahibag Road, Ahmadabad 380004 Gujarat, India i use ads for our basic expenses and efforts. Note : This is not the official BAPS channel. All credits to below given sites. www.baps.org, www.akshardham.com