Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб નોકરી કરવી એ મૂર્ખામી છે, યુવાનોએ ધંધો જ કરવો જોઈએ | ડૉ. શૈલેષ ઠાકર | Ramesh Tanna | Navi Savar в хорошем качестве

નોકરી કરવી એ મૂર્ખામી છે, યુવાનોએ ધંધો જ કરવો જોઈએ | ડૉ. શૈલેષ ઠાકર | Ramesh Tanna | Navi Savar 5 месяцев назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru



નોકરી કરવી એ મૂર્ખામી છે, યુવાનોએ ધંધો જ કરવો જોઈએ | ડૉ. શૈલેષ ઠાકર | Ramesh Tanna | Navi Savar

વિશ્વમાં જેમનું નામ મેનેજમેન્ટ ગુરુ તરીકે જાણીતા ડૉ. શૈલેષ ઠાકર સાથે અમે નવી પેઢી અને મેનેજમેન્ટ વિશે વાત કરી છે. તેઓ કહે છે કે આપણી પાસે મર્યાદિત સમય હોવાથી આપણે નોકરી ના કરવી જોઈએ. ધંધો જ કરવો જોઈએ. ભારતમાં સમગ્ર વિશ્વના સૌથી વધારે યુવાનો છે તો સાથે સાથે બેરોજગારી પણ છે. જો ભારતના યુવાનો નોકરીનો મોહ છોડીને ધંધો કરે તો બેરોજગારીની સમસ્યાનો ઉકેલ આવે અને સાથે સાથે યુવાનો પોતાનાં તમામ સપનાં પણ સાકાર કરી શકે તેવું ડૉ. શૈલેષ ઠાકર ભારપૂર્વક માને છે. આ વીડિયો દરેક યુવાને ચોક્કસ જોવો જોઈએ અને પોતાના મિત્રોને શૅર પણ કરવો જોઈએ. ડૉ. શૈલેષ ઠાકર અમદાવાદમાં વસે છે તેમનો સંપર્ક નંબર 98253 24928 છે Video Shoot & Edited by Tushar Leuva લેખકનો પરિચય: રમેશ તન્ના પત્રકાર, સંપાદક, લેખક, વક્તા અને સમાજસેવક છે. પહેલી ડિસેમ્બર, 1966ના રોજ ઉત્તર ગુજરાતમાં પાટણ જિલ્લાના સમી તાલુકાના અમરાપુર ગામમાં તેમનો જન્મ. માતા પ્રભાબહેન પાસેથી માતૃભાષા તથા સંવેદના, પિતા પ્રભુરામ પાસેથી ઉદારતા તથા સરળતા અને ગામ અમરાપુર પાસેથી સામાજિક દાયિત્વનો વારસો તેમણે ઝીલ્યો. બી.કૉમ થયા પછી તેમણે પત્રકારત્વ વિષયમાં પણ સ્નાતકની ઉપાધિ મેળવી. એ પછી મહાત્મા ગાંધી સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠમાંથી તેઓ પત્રકારત્વ વિષયમાં પારંગત (માસ્ટર) થયા. અહીં જ તેમણે બે વર્ષ પત્રકારત્વ વિભાગમાં પૂર્ણ સમયના વ્યાખ્યાતા તરીકે ફરજ બજાવી. સ્વતંત્ર રહીને સમાજ ઉપયોગી લેખન કરવાના પ્રયોજન સાથે તેમણે નોકરી છોડી. વિવિધ અખબારોમાં મુક્ત રીતે લખતા રહ્યા. થોડાં વર્ષો જીવનસાથી અનિતા જતકર સાથે 'અમદાવાદ ટુડે' સાપ્તાહિક અને 'સંગોષ્ઠિ ફીચર્સ એજન્સી'નું સંચાલન કર્યું. 1999થી 2013 સુધી, ચૌદ વર્ષ તેમણે અમેરિકાથી પ્રકાશિત થતા સાપ્તાહિક 'ગુજરાત ટાઇમ્સ'માં મનવાસ ભોગવ્યો. અહીં તેમણે પત્રકાર, પૂર્તિ-સંપાદક અને નિવાસી તંત્રી તરીકે ફરજ બજાવી. આદર્શ અને સત્ત્વશીલ સામયિકનું સર્જન કરવામાં તેઓ સફળ રહ્યા. સને 2013થી તેઓ મુક્ત રીતે લેખન કરે છે. ગુજરાતી ભાષામાં તેઓ પૉઝિટિવ પત્રકારત્વના પ્રણેતા ગણાય છે. તેઓ 1990થી સમાજોપયોગી, વિકાસલક્ષી અને વિધેયાત્મક લેખન કરી રહ્યા છે. સોશિયલ મીડિયામાં તેમણે 2013થી પૉઝિટિવ પત્રકારત્વનો પ્રારંભ કર્યો જેને વાચકો તરફથી સુંદર પ્રતિસાદ મળ્યો. તેમનાં પૉઝિટિવ શ્રેણીનાં પુસ્તકો સમાજમાં હકારાત્મકતા પ્રસારી રહ્યાં છે. તેની 55,000 પ્રતનું વેચાણ થયું છે. Facebook:   / ramesh.tanna.5   #specialstory #StorieswithRameshTanna #RameshTanna #navisavar © All rights reserved with RAA Positive Media Private Limited 2024

Comments