У нас вы можете посмотреть бесплатно #062 или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
ગીતા સત્સંગનાં પ્રસ્તુત પ્રવચનમાં ડૉ. મેહુલભાઈ આચાર્ય દ્વારા, "ભગવદ ગીતા અધ્યાય ૨ શ્લોક ૫૩" વિશે વિસ્તૃત અને ઊંડાણપૂર્વકની સમજુતી આપવામાં આવી છે. મૂળભૂત શ્લોક અને તેનો અર્થ : ==================================== श्रुतिविप्रतिपन्ना ते यदा स्थास्यति निश्चला। समाधावचला बुद्धिस्तदा योगमवाप्स्यसि॥ ५३ ॥ ( વિપરીત અર્થ ધરાવતા વચનો સાંભળીને પણ જો તારી બુધ્ધિ નિશ્ચલ રહેશે તો તારી બુધ્ધિ (સમત્વભાવરૂપી) સમાધિમાં અચળ રહેશે અને તો જ તું યોગને પ્રાપ્ત કરીશ. ) || 53 || સત્સંગનાં મોતી : ==================================== 🕉 જગતના શાસ્ત્રો સ્મૃતિ નું મહત્વ સમજાવે છે અને વેદાંત એક જ વિસ્મૃતિ નું અનન્ય મહત્વ સમજાવે છે. 🕉 ગાંધીજીએ સત્યાગ્રહી તૈયાર કર્યા અને વેદાંત સત્ય-ગ્રાહી તૈયાર કરે. 🕉 જ્યાંથી ભૌતિકતા અટકે ત્યાંથી આધ્યાત્મિકતા શરૂ થાય. જ્યાંથી Physics અટકે ત્યાંથી meta-physics ચાલુ થાય. 🕉 શ્રીમદ્દ ભગવદ્દ ગીતામાં યોગ શબ્દનો ઉપયોગ ભગવાને ત્રણ અર્થમાં કરેલ છે. 1. જ્યાં 'સાંખ્ય' સાથે 'યોગ' શબ્દ વાપરેલ છે ત્યાં 'અષ્ટાંગ યોગ દર્શન' અર્થ થાય. 2. શ્લોક 9.22ના 'યોગક્ષેમ' શબ્દમાં 'અપ્રાપ્યની પ્રાપ્તિ' એમ અર્થ થાય. 3. આ સિવાય ગીતાજીમાં તમામ જગ્યાએ 'પરમાત્મા સાથે જોડાણ' અથવા 'ઈશ્વર સાથે અનુસંધાન' એવો અર્થ થાય. દરેક અધ્યયના નામમાં પણ આ જ અર્થ થાય. 🕉 આપણા શાસ્ત્ર મુજબ સમાધિ બે પ્રકારે હોય: સબીજ સમાધિ અને નિરબીજ સમાધિ. સબીજ એટલે નિરબીજથી થોડી નિમ્ન ગણાય. લગભગ ધ્યાન અને નિરબીજની વચ્ચેનું સ્ટેજ ગણાય. નિરબીજ સમાધિ એટલે પતંજલિ ઋષિના અષ્ટાંગ યોગમાં કહેલ અધ્યાત્મ યાત્રાનું આઠમું અને ફાઇનલ અંગ. આને તુરિય અવસ્થા પણ કહેવાય. સબીજ સમાધિ થાય પછી જ નિરબીજ સમાધિ થાય. દા. ત. સૂર્યોદયની just પહેલા અરુણોદય થાય અને પછી જ સુર્યોદય થાય. 🕉 જો તરસ્યા ચાતક માટે પ્રભુ સ્વાતિ નક્ષત્રમાં વરસાદી પાણીની વ્યવસ્થા કરતા હોય તો પ્રભુમાં અનન્ય શ્રદ્ધા રાખનાર ને ચિંતા શેની રાખવાની હોય. ભગવદ ગીતા અધ્યાય ૨ શ્લોક ૫૩ | geeta adhyay 2 shlok 53 in gujarati | bhagavad gita #bhagavadgita #bhagwadgeeta #bhagwatgeeta #gita #gitasatsang #acharyamehulbhai #gurukulganga