У нас вы можете посмотреть бесплатно વલસાડમાં વિઘ્નહર્તા ગણેશજીની પ્રતિમાઓનું DJ ના તાલ સાથે નાચતાં ગાતાં ઔરંગા નદીમાં વિસર્જન કરાયું или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
વલસાડમાં ૧૫૧ ગણેશ મંડળોનાં વિઘ્નહર્તા ગણેશજીની ૧૨૦૦ થી વધુ પ્રતિમાઓનું વિસર્જન કરાયું ગણપતિ બાપા મોરિયા અડધું લાડું ચોર્યા ગણપતિ બાપા મોરિયા આવતે વર્ષે લવકરિયાની ગુંજ તેમજ ડીજે નાં તાલ સાથે નાચતાં ગાતાં ઔરંગાનાં ઓવારે પહોંચ્યા. વલસાડ ખાતે આજે આનંદ ચૌદસના દિવસે ધોધમાર વરસાદ વચ્ચે વિઘ્નહર્તા દુંદાળા દેવ શ્રી ગણેશજી ની ૧૫૧ મંડળોના આશરે ૧૨૦૦ થી વધુ પ્રતિમાઓનું ગણપતિ બાપા મોરિયા અડધું લાડું ચોર્યા અને ગણપતિ બાપા મોરિયા આવતે વર્ષે લવકરિયા ની ગુંજ તેમજ ડીજે નાં તાલ સાથે નાચતાં ગાતાં ઔરંગા નદીના ઓવારે પહોંચી વિસર્જન કરતા ગણેશ ભક્તોની આંખોમાં આંસુ આવી ગયા હતા, દર વર્ષેની જેમ આ વર્ષે પણ સૌ પ્રથમ મોગરાવાડીનાં સંત શ્રી ગજાનંદ મિત્ર મંડળની ગણેશ પ્રતિમાનું વિસર્જન થયું હતું..હિન્દુઓનો પવિત્ર તહેવાર શ્રી ગણેશ મહોત્સવ તા.૨૭ ઓગસ્ટે શરૂ થયાં બાદ આજે આનંદ ચૌદસના દિવસે ૧૦ દિવસ સુધી ગણેશ ભક્તોએ પૂજા અર્ચના અને ગણેશ મંડળોનાં સભ્યોએ રાત દિવસ શ્રીજી ની પ્રતિમાંની ધ્યાન પૂર્વક કાળજી લીધાં વિસર્જન માટે નદી કિનારે લઈ જતાં ભક્તોની આંખોમાં આંસુઓ આવી ગયાં હતાં. વલસાડમાં આજે ૧૫૧ જેટલા ગણેશ મંડળો નોંધાયા હતા, આ મંડળોનાં આશરે ૧૨૦૦ થી વધુ દુંદાળા દેવની પ્રતિમાંઓ શહેરનાં માર્ગો પરથી ગણપતિ બાપા મોરિયા અડધું લાડું ચોર્યા અને ગણપતિ બાપા મોરિયા આવતે વર્ષે લવકરિયા ની ગુંજ સાથે પસાર થઈ હતી, વલસાડ ધરમપુર રોડ ઉપર આરપીએફ પાસે બનતાં નવા ઓવરબ્રિજનાં અબ્રામા - મોગરાવાડી તરફનાં એક બ્રિજ નું સૌ પ્રથમ પ્રસ્થાન દર વર્ષે પ્રથમ ઇનામ મેળવનાર અખબારોનાં મહારાષ્ટ્રીયન વિતરકો ધ્વારા મોગરાવાડીનાં શારદાધામ નાં સંત શ્રી ગજાનંદ મિત્ર મંડળ ના ગણપતિ બાપાની પ્રતિમાનું કરાવી આજે હંગામી ધોરણે પ્રાંત અધિકારી વિમલ પટેલ અને સીટી પીઆઇ દિનેશ પરમાર ની ઉપસ્થિતિમાં ખુલ્લો મુકાયો હતો. મોગરાવાડીનાં સંત શ્રી ગજાનંદ મિત્ર મંડળ ધ્વારા દર વર્ષે મહારાષ્ટ્રના ત્રંબકેશ્વર થી ખાસ તેઓના ગુરુ સાથે ભજન મંડળી આવે છે અને ડીજે નાં ત્રાસ વગર તબલા, મંજીરા અને પરંપરાગત વાજિંત્રો સાથે શિસ્તબદ્ધ રીતે સમયસર સૌથી પહેલા ગણેશજી ની પ્રતિમાંનું વિસર્જન કરવામાં આવ્યું હતું. જિલ્લા પોલીસ વડા યુવરાજસિંહ જાડેજા અને પ્રાંત અધિકારી વિમલ પટેલ ની સીધી દેખરેખમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે નિર્વિઘ્ન વિઘ્નહર્તા ગણેશજી ની પ્રતિમાંઓનું હનુમાનભાગડા પિચિંગ પર ઔરંગા નદીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું.આ વર્ષે મોટી પ્રતિમાઓની સંખ્યા વધુ હોવાથી વહીવટી તંત્રે વિશેષ વ્યવસ્થા કરી છે. ઔરંગા નદીના ઓવારા ખાતે વધારાની હેવી ક્રેન મૂકવામાં આવી હતી તેમજ વિસર્જન પ્રક્રિયાને વધુ ઝડપી બનાવવા બે નવા ઓવારા પણ બનાવવામાં આવ્યા હતા. વિસર્જન યાત્રા દરમિયાન ડીજે આઇસ ફેક્ટરી સુધી વાહનોને મંજૂરી આપવામાં આવશે. ત્યારબાદ ગણેશ ભક્તોએ ચાલીને પહોંચ્યા હતા. પોલીસે ડ્રોન કેમેરા દ્વારા પણ સતત નિરીક્ષણ કર્યું હતું.