У нас вы можете посмотреть бесплатно Jafrabad News| જાફરાબાદ પાસે દરિયામાં દેખાયેલી શંકાસ્પદ બોટ પકડાઈ| Image или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
જાફરાબાદના દરિયાઈ સીમામાં શંકાસ્પદ બોટની હલચલ જોવા મળી #amrelisamachar #amreli #gujarati #cmogujarat #police #army #live #indianews દેશવિરોધી તત્ત્વોની ઘૂસણખોરીની શંકા, માછીમારોને દરિયો નહિ ખેડવા આદેશ ઇન્ટેલિજન્સ એજન્સીના ઇનપુટને પગલે ફિશરીઝ વિભાગની તાકીદ દરિયામાં જવા ટોકન આપ્યાના ૨૪ કલાકમાં તમામ બોટ પાછી બોલાવાઈ જાફરાબાદ બંદરથી ૨૨ નોટિકલ માઈલ દૂર મળેલી બોટ કોસ્ટગાર્ડને જોઈ ભાગી તમામ બંદરો પર એલર્ટ જાહેર સ્થાનિક માછીમારોએ આ બોટને જોઈ તેનો પીછો કર્યો હતો. જો કે આ શંકાસ્પદ બોટ ઝડપથી ભાગી રહી છે. માછીમારોએ કોસ્ટગાર્ડને જાણ કરતાં તુરંત જ હેલિકોપ્ટર સાથે કોસ્ટગાર્ડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. હેલિકોપ્ટરને જ્યારે બોટની નજીક ઉતારવાનો પ્રયાસ કરવામાં આવેછે ત્યારે આ બોટ ભાગી રહી છે. આ ગતિ વિધિ શંકાસ્પદ જોવા મળતા હાલની પરિસ્થિતિ ને લઇ ને તમામ બંદરો પર એલર્ટ જાહેર કરાયું છે. બોટમાં કેટલાક લોકો છે. માછીમારો તેમની સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરે છે, પરંતુ બોટ કોઈ જગ્યાએ રોકાતી નથી. શંકાસ્પદ બોટની ઘટનાને પગલે જાફરાબાદના ધારાસભ્ય હીરા સોલંકી પણ બંદરે પહોંચી તેઓએ પણ વાયરલેસ મારફતે મધદરિયે માછીમારો સાથે વાતચીત કરી હતી. અંદરૂની સ્થિતિ અને શંકાસ્પદ બોટ અંગે માહિતી મેળવી હતી. પીપાવાવ મરીન પોલીસની બોટ દ્વારા પણ પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે. તમામ લેન્ડિંગ પોઇન્ટ પર પોલીસ વોચ રાખી રહી છે. કોસ્ટગાર્ડ દ્વારા બોટને પકડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જોકે, શંકાસ્પદ બોટ અંગે હજુ સુધી કોઈ માહિતી મળવા પામી નથી. અમરેલી જિલ્લાના દરિયાઈ પટ્ટી માં સુરક્ષાને ધ્યાનમાં રાખીને ૧૭ મેથી મહત્વપૂર્ણ આદેશ જારી કરવામાં આવ્યો છે. વહીવટી તંત્ર દ્વારા તમામ માછીમારોને દરિયો ન ખેડવાની તાકીદ કરવામાં આવી જાફરાબાદ મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકે દરિયામાં ગયેલા તમામ માછીમારોને તાત્કાલિક પરત ફરવા આદેશો જારી કરવામાં આવ્યા છે અમરેલીના તમામ બંદરો પર માછીમારોને બોટો લાંગરવા આદેશ કરાયો અને દરિયો ન ખેડવા અપીલ કરી છે. જેના માટે જિલ્લાના વિવિધ માછીમારો,બોટ એસોસિએશનના પ્રમુખો, સમાજના આગેવાનો અને મંડળીના પ્રમુખોનો સહયોગ પણ માંગવામાં આવ્યો છે. માછીમારોના જાન-માલની સુરક્ષા માટે જાફરાબાદ, ચાંચબંદર, ધારાબંદર, શિયાળબેટ અને નવાબંદર સહિતના તમામ બંદરો પર બોટો લાંગરવાનો આદેશ આપવામાં આવ્યો છે. દરિયાઈ માર્ગનો દુરુપયોગ અને આતંકી પ્રવૃત્તિઓને રોકવા માટે તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે. વહીવટી તંત્રે સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી નવી સૂચના જારી ન કરવામાં આવે, ત્યાં સુધી કોઈપણ માછીમાર દરિયામાં જઈ શકશે નહીં. બોટ માલિકોને તેમની બોટો સુરક્ષિત સ્થળે લાંગરવા સૂચના આપવામાં આવી છે. રિપોર્ટર.. સોહીલ બમ્માણી જાફરાબાદ