У нас вы можете посмотреть бесплатно 2/5/2017 : Gyanganga : Talk With Author : Ankit Trivedi, Kajal Oza Vaidya или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
વાચકોના દરબારમા કાજલ ઓઝા વૈદ્ય અને અંકિત ત્રિવેદીની યાદગાર કેફિયત અમદાવાદ નેશનલ બુકફેર, બીજો દિવસ લેખક સાથે સંવાદ કાર્યક્રમ વક્તા: કાજલઓઝા-વૈદ્ય અને અંકિત ત્રિવેદી અમદાવાદ નેશનલ બુક ફેરના બીજા દિવસે લેખક સાથેના સંવાદ કાર્યક્રમમાં ગુજરાતી ભાષાના સૌથી વધારે વંચાતા લેખકોમાના એક એવા કાજલ ઓઝા-વૈદ્ય અને અંકિત ત્રિવેદીએ વાચકો સાથે સંવાદ સાધ્યો હતો. બન્ને સિદ્ધહસ્ત લેખકોએ તેમના સર્જન-મનન અને કવન વિશે મન ભરીને વાતો કરી હતી. પ્રસ્તુત છે પ્રશ્નો અને સર્જકોએ આપેલા ઉત્તરો... 1) કવિતા ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે? કાજલ ઓઝા-વૈદ્યઃ કવિતાઓ મારી અંગત ડાયરી છે. મારી કવિતા મારી નિષ્ઠા, મારીપ્રામાણિકતાઅને મારાં તરફડાટમાંથી આવે છે. અંકિત ત્રિવેદીઃ જય વસાવડાને મિસ કરું છું. કવિતા મારા માટે શ્વાસ લેવા જેટલી સહજ બાબત છે. 2) ગુજરાતી ભાષાને આગળ લઈ જાઓ છો ત્યારે વાચકોનો કેવો પ્રતિસાદ મળે છે? કાજલ ઓઝા-વૈદ્યઃ જીવીએ ત્યાં સુધી લખતાં રહીશું, અમારી પેઢીમાં અમે શિખ્યાં છીએ, સાથે રહેતા શિખ્યાંછીએસામે રહેતાનહીં. વાચકોના પ્રેમે જીવતાં રાખ્યા છીએ. અંકિત ત્રિવેદીઃ કાજલબેનના જવાબની નીચે હું સહી કરું છુ. વાચકો તરફથી પ્રશ્નોત્તરી.... 1. કવિતાના ચાલકથી સંચાલક સુધીની સફર કેવી રહી? અંકિત ત્રિવેદીઃ સંચાલનને હું સીરિયસલી લેતો નથી. અમુક કવિતાઓ હું પ્રગટ કરી શકતો નથીતેનેસંચાલનમાં પ્રગટ કરું છું. કાજલ ઓઝા-વૈદ્યઃ સંચાલક બનવું એટલે દેવકીના સંતાનને યશોદાની જેમ પ્રેમ કરવાનો છે. 2. તમારા પ્રેરણાસ્ત્રોત કોણ? અંકિત ત્રિવેદીઃ એકાંત મારો પ્રેરણા સ્ત્રોત છે. તુષાર શુક્લએ આકાશવાણીથી મને ઘડ્યો. વિશ્વકવિતા તરફમને સુરેશ દલાલલઈ ગયા. કાજલ ઓઝા વૈદ્યઃ મારો ચેક એ જ મારી પ્રેરણા. સફળતા, પ્રસિદ્ધિ એ બહુ નાના શબ્દો છે જરૂરીયાત સામે. હું લખીશ ત્યાં સુધી જ જીવીશ. 3. તમારાસ્ત્રી પાત્રો દરેક ગૃહિણીને પોતીકાંલાગે છે.આટલી સ્ટ્રેન્થ ક્યાંથી આવી? કાજલ ઓઝા-વૈદ્યઃ પોતાના ઘાના પોપડા ઉખાડીને, લોહીમાં કલમ બોળીને લખ્યું છે એટલે સાચું લાગેછે. 4. અમને તમારી આત્મકથા ક્યારે મળશે? કાજલ ઓઝા-વૈદ્યઃ નવજીવન પ્રકાશિત કરે છે, મારી મેમરીના પીસ એમાં છે. 5. તમે કૃષ્ણને ક્યારેય મળ્યા છો? કાજલ ઓઝા-વૈદ્યઃ ના નહીં પાડી શકું. મારા સારા-ખરાબ તમામ પ્રસંગોમાં એ હાજર રહ્યો છે. 6. પ્રેમમાં મુક્તિ છે કે બંધન? કાજલ ઓઝા-વૈદ્યઃ માણસને જે મળે છે તેમાં તે ખુશ નથી. બીજું જ જોઈએ અંકિત ત્રિવેદીઃ સેંથી અને ટાલ એક સાથે ન હોય. 7. તમે કેટલું વાંચો છો? અંકિત ત્રિવેદીઃ હું વાંચનની વચ્ચે જીવું છું. વાંચું છું એટલે જીવું છું. કાજલ ઓઝા-વૈદ્યઃ વાંચન મને મારા સુધી લઈ જાય છે. કાઝલ ઓઝા- વૈદ્યઃ દર વર્ષે પોતાની નોટ ફાડી નાખો. બધુશિક્ષક તરીકે નવેસરથી શિખતા રહેવું. શિખતોરહે એ જ શિક્ષક. સ્ત્રીઓને પરિણામની બીક લાગે છે. એટલે સ્ત્રીઓ વધુ આગળ આવી શકતી નથી. ઘરમાં પુસ્તકો હોય તો સંસ્કાર આપોઆપ આવી જ જાય છે. આ દેશમાં ઉછરતી નવી પેઢીને સારા માણસ બનાવો તે જ સાચી દેશભક્તિ છે.