У нас вы можете посмотреть бесплатно વચનામૃત નિરૂપણ ગઢડા પ્રથમ 74 બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ ના મુખે થી | ગઢડા પ્રથમ વચનામૃત или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
વચનામૃત નિરૂપણ ગઢડા પ્રથમ 74 બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ ના મુખે થી | ગઢડા પ્રથમ વચનામૃત ગઢડા પ્રથમ : ૭૪ સંવત 1876ના વૈશાખ સુદિ 11 એકાદશીને દિવસ સવારમાં સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિરની આગળ લીંબડાના વૃક્ષની હેઠે ઓટા ઉપર ઢોલિયો બિછાવ્યો હતો તે ઉપર વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, (પ્ર.૧) જેને જેટલો વૈરાગ્ય હોય અને જેને જેટલી સમજણ હોય, તે તો જ્યારે કોઈક વિષય ભોગની પ્રાપ્તિ થાય, અથવા જ્યારે કોઈક આપત્કાળ આવી પડે ત્યારે કળાય પણ તે વિના કળાય નહિ, અને ઝાઝી સંપત્ કે આપત્ આવે એની વાત શી કહેવી? પણ આ દાદાખાચરને થોડું જ આપત્કાળ જેવું આવ્યું હતું, તેમાં પણ જેનું અંત:કરણ જેવું હશે તેવું સૌને જણાણું હશે.(બા.૧) પછી મુક્તાનંદ સ્વામી બોલ્યા જે, ભગવાનના ભક્તનો પક્ષ તો હૈયામાં રહે છે ખરો તે પણ સમજીને રહે છે જે, જો સત્સંગનું ઉત્કૃષ્ટપણું હોય તો ઘણા જીવોને સમાસ થાય અને જ્યારે કાંઈ સત્સંગનું અપમાન જેવું હોય ત્યારે કોઈ જીવને સમાસ થાય નહિ, એટલા માટે હર્ષ-શોક જેવું થઈ આવે છે. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, (પ્ર.૨) આપણ તો શ્રી નરનારાયણના દાસ છીએ તે શ્રી નરનારાયણને જેમ ગમે તેમ રાજી રહેવું ને એ શ્રી નરનારાયણની ઇચ્છા હશે તો સત્સંગની વૃદ્ધિ થાશે ને જો એમને ઘટાડવો હશે તો ઘટી જાશે, અને એ નરનારાયણ આપણને હાથીએ બેસાડે તો હાથીએ બેસીને રાજી રહેવું, અને ગધેડે બેસાડે તો ગધેડે બેસીને રાજી રહેવું.(બા.૨) અને એ શ્રી નરનારાયણના ચરણારવિંદ વિના બીજે ક્યાંય પ્રીતિ રાખવી નહિ.(બા.૩) અને આવા થૂંકના સાંધા હોય તેને વિષે જેનું મન ક્ષોભ પામે તો જ્યારે સાચેસાચો જ જગત્-વ્યવહાર માથે આવ્યો હોય તો તેના શા હાલ થાય? માટે આપણા પતિ જે શ્રી નરનારાયણ તે તો બોરડીના ઝાડ હેઠે બેઠા તપ કરે છે, અને કોઈ જાતના સંસારના સુખને સ્પર્શ કરતા નથી, ત્યારે આપણા પતિ જે નરનારાયણ તેના આપણ દાસ છીએ તે જેમ પતિવ્રતા સ્ત્રી હોય, તે પોતાના પતિ કરતાં ઘરેણાં, વસ્ત્ર, ખાનપાનાદિક જે ભોગ એ સર્વે પતિથી પોતાને વાસ્તે ન્યૂન રાખે પણ અધિક રાખે નહિ, તેમ આપણા પતિ જે શ્રી નરનારાયણ તે થકી આપણે પણ સાંસારિક સુખ ન્યૂન રાખ્યું જોઈએ.(બા.૪) અને જેટલાં કાંઈક ભગવાનને વાસ્તે સારાં સારાં પદાર્થ ઇચ્છવાં તે તો એ ભક્ત પોતાની ભક્તિએ કરીને, નિષ્કામી થઈને ઇચ્છતો હોય તો તો ઠીક છે, પણ પોતે ઇચ્છનારો જે ભક્ત તેને તે ભગવાન સંબંધી પદાર્થ ભોગવવાની ઇચ્છા રાખવી નહિ, અને ભગવાનને તો સંસારના સુખની ઇચ્છા નથી, પણ પોતાના ભક્તની ભક્તિ જાણીને પોતાને જે જે પદાર્થ અર્પણ કરે છે તેનો અંગીકાર કરે છે.(બા.૫) અને જો ભગવાનને સંસારનું સારું સુખ જોઈતું હોય, તો અનંત કોટી બ્રહ્માંડના પતિ અને બ્રહ્મપુર, ગોલોક ને વૈકુંઠાદિક ધામના પતિ અને રાધિકા-લક્ષ્મી આદિક જે પોતાની શક્તિઓ તેના પતિ, એવા જે ભગવાન તે સર્વે પોતાના વૈભવને તજીને બોરડીના ઝાડ હેઠે તપ કરવાને શા સારુ બેસે? માટે ભગવાનને તો વિષય સંબંધી સુખની આસક્તિ હોય જ નહિ. તેમાં પણ બીજા અવતાર કરતાં આપણા પતિ જે નરનારાયણ તે તો અત્યંત ત્યાગી છે. અને જીવના કલ્યાણને અર્થે તપ કરે છે, અને એ નરનારાયણને કોઈ વૈભવ જોઈતો હોય તો બોર ખાઈને શા સારુ બેસી રહે? ને આ સંસારમાં મૂર્ખા જીવ હોય છે તે પણ ગામ-ગરાસ ભોગવે છે, તો નરનારાયણ તો સાક્ષાત્ ભગવાન છે, તે જો એમને કાંઈ જોઈતું હોય તો વધુ તો નહિ પણ ચાર તો ગામડાં વસાવી બેસે? પણ એ ભગવાનને કાંઈ જોઈતું જ નથી. માટે આપણા સ્વામી જ્યારે એવા ત્યાગી છે, તો આપણે તો એ થકી વિશેષ ત્યાગી રહ્યું જોઈએ અને ભગવાનની ઇચ્છાએ કરીને જેવી જેવી રીતે સત્સંગની વૃદ્ધિ થાતી જાય તેવી તેવી રીતે રાજી રહેવું. પછી ભગવાનની ઇચ્છા હોય તો બધું જગત સત્સંગી થાઓ અથવા સર્વે સત્સંગી મટી જાઓ પણ કોઈ રીતે હર્ષ-શોક મનમાં ધારવો નહિ. આ ભગવાનનું કર્યું સર્વે થાય છે, માટે સૂકું પાંદડું જેમ વાયુને આધારે ફરે તેમ ભગવાનને આધીન રહીને આનંદમાં ભજન કરવું. અને કોઈ જાતનો મનમાં ઉદ્વેગ આવવા દેવો નહિ.(બા.૬) #bapa #baps #swaminarayan #viral #swami #aksharderi #pramukhswamimaharaj #gadhadapratham #vachnamrut