 
                                У нас вы можете посмотреть бесплатно Vande Guruvaram - H.H. Spiritual Sovereign Jainacharya Yugbhushansuriji Maharaja | Jyot Music или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
                        Если кнопки скачивания не
                            загрузились
                            НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
                        
                        Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
                        страницы. 
                        Спасибо за использование сервиса ClipSaver.ru
                    
Naration: ઓ ગચ્છાધિરાજ ગુરુદેવ!! આ કલિકાલમાં સાક્ષાત તીર્થંકરોની હાજરી નથી.. પણ આપનું શરણ મળ્યું તો લાગ્યું કે જાણે સાક્ષાત તીર્થંકર મળ્યા!! મહા પુણ્યોદય જાગ્યા ઘર આંગણે કલ્પવૃક્ષ ફળ્યા ગુરૂ આપના સાંનિધ્યમાં વસવા મળે કાયમ, ગુરૂ આપના ચરણો માંહી વસવા મળે કાયમ, પરમાતમાના સ્વરૂપની ઝાંખી કરું હરદમ, પ્રભુ વીરને ગૌતમ ગુરૂ જેવો બને સંબંધ,(૨) ભવોભવ મળો શરણું મને, ઝંખ્યા કરે મુજ મન વંદે વંદે વંદે ગુરૂવરં વંદે વંદે વંદે સૂરિવરં Naration: ઓ ગચ્છ અનુશાસક ગુરુદેવ ! સદા આપની કૃપા દૃષ્ટિ, આપના દર્શન, આપની નિશ્રા જ અમને ઘણું ઘણું શીખવી દે છે, તેથી સદા આપનું સાનિધ્ય મળતું રહે, સદા આપની કૃપા વરસતી રહે... યોગની મસ્તી અનેરી, મુખ મુદ્રા સૌમ્યશી, સત્યની નિષ્ઠા, ખુમારી વચન માંહી છલકતી, આ દેહની પીડા ભૂલી નિજ આત્મમાં ઓઝલ, પરમાતમાના સ્વરૂપની ઝાંખી કરું હરદમ, વંદે વંદે વંદે ગુરૂવરં વંદે વંદે વંદે સૂરિવરં Naration: ઓ યોગમાર્ગના નિપુણ પથદર્શક ગુરુદેવ! મહારોગની પીડા વચ્ચે પણ પરમાત્મા સાથેની આપની કેવી તન્મયતા..!! દેહથી અદકેરી આત્માની અનુભૂતિ..!! કેવી ભેદ જ્ઞાનની મસ્તી..!! આપને જોવા માત્રથી યોગમાર્ગનું આકર્ષણ પ્રગટે છે.... આપત્તિઓ આવી હજારો, ધીરતા મેરુ તણી, કંઈ કેટલા ઝખમો સહ્યાં, ગંભીરતા સાગર સમી, તુજ રાગથી તુજ ગુણનો, મુજને મળો એક અંશ, પરમાતમાના સ્વરૂપની ઝાંખી કરું હરદમ, વંદે વંદે વંદે ગુરૂવરં વંદે વંદે વંદે સૂરિવરં . . #Guru #jain #jainism #spirituality #jainphilosophy #guruji #diksha #saiyam #saiyami #saiyamthereallife #knowledge #knowledgeispower #knowledgefacts #dikshamuhuratpradan #gurudev #jaindiksha #jainsadhu #jaincommunity Naration: ઓ સિંહસત્ત્વશાળી ગુરુદેવ, તીર્થરક્ષા કાજે આપે કેટલા પરિષહો સહ્યા..? આક્ષેપોની ઝડીઓ વરસી... છતાં આપ એવા જ નિ:સ્પૃહ... એવા જ નિર્ભય... અને સ્વસ્થ !! અણનમ પગલે બસ કદમ ભરતા રહ્યા, અવિરત, સતત... પ્રભુ વીરના પટ્ટ્ધર તમે, વીરતા ખરી તુજમાં ભરી , પ્રભુ વીરના પટ્ટ્ધર તમે, વીરતા ખરી તુજમાં ભરી , વીરપંથની રક્ષા કરી, વીર ચરણમાં ધરી અંજલી, શાસન બને ઝળહળ સદા, ઘેરો એ શાસન રંગ, મહાભગ્યથી ગુરુવર મળ્યા, દિલથી કરું સમર્પણ વંદે વંદે વંદે ગુરૂવરં વંદે વંદે વંદે સૂરિવરં Naration: ઓ શાસન રક્ષક સુરિવર..!! વીર પ્રભુના ખરા વંશજ બની, આ કલિકાળમાં આપે, શાસન રક્ષા કાજે આપનું જીવન અર્પણ કર્યું.. અનેક જીવોને પ્રભુ શાસનના રાગી બનાવ્યા… પ્રભુ વીરના ૨૫૫૦ માં વર્ષે પ્રભુ વીરને આ જ આપની ઉત્કૃષ્ટ અંજલિ છે, ઉત્કૃષ્ટ અર્પણા છે. ------------------------------------ તીર્થરક્ષા અને શાસનરક્ષા કાજે પ. પૂ. પ્રવર્તિની સાધ્વી શ્રી કલાનિધિશ્રીજી મ. સા. ના શિષ્યા પ. પૂ. પરાદ્રષ્ટીશ્રીજી મ. સા. ના અખંડ ૫૦૧ આયંબિલ મહાતપ નિમિત્તે ધીરજલાલ ખીમજી ગંગર પરિવાર Singer: Naitikbhai Mehta