У нас вы можете посмотреть бесплатно DADAMEKAN или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
આજે આપણે વાત કરશું દાદા મેકણ ને આહીરોની અરજ આ સમય દરમ્યાન આહીર જ્ઞાતિની સ્થિતિ અતિ કંગાલ, ગરીબ અને દીન-પ્રતિદિન દુઃખદાયક થવાં લાગી. આહીર જ્ઞાતિનાં માણસોમાં લગભગ ગામડાઓમાં પગમાં વાળાનો રોગ લાગુ પડેલ. તેથી કામ-ધંધા અટકી પડયા. ગરીબોએ ઘેરો ઘાલવો શરૂ કર્યો. ગામેગામ અને ઘરેઘર અશાંતિની ઘેરી છાયાં ફરી વળી. કોઈનાં ઘરની સ્થિતિ નબળી પડી ગઈ તો કોઈનાં ઘરમાં ક્ર્જીયા-કંકાસ, સગા-સંબંધીઓમાં અને નાતજાતમાં કુસંપ થવા શરૂ થયાં. કોઈને ઘેર બળદ માંદો તો કોઈને ઘેર ભેંસ માંદી. વાળાના રોગને કારણે લગભગ દરેક ઘરમાં રીબાતાં દર્દીઓનાં અવારનવાર ખાટલાં ઢળ્યા રહે. આ દુઃખથી બધા કંટાળી ગયેલાં. તેથી શાંતિ ને સુખાકારી અર્થે આહીર જ્ઞાતિની બે વખત નટ કચ્છમાં ભુવળ અને પધ્ધર ગામે મળી. પરંતુ મુખ્ય બાબત જાણવા ન મળી. તેથી ફરી ત્રીજી વખત સર્વ આહીર જ્ઞાતિનાં મછોયા, પ્રાંથડીયા, બોરિયા અને ચોરડિયા શાખનાં આગેવાનો, દરેક ચોવીસના મુખ્ય પટેલો, કચ્છ-વાગડ, પ્રાંથળ, ચોરાડ મચ્છુકાંઠામાંથી ચોબારી (વાગડ) ગામે આહીર મહા-મંડળ રૂપે એકત્ર થયા. તેમાં મુખ્ય ઉદ્દેશ ‘શી રીતે જ્ઞાતિનો ઉદ્ધાર કરવો તે હતો.’ કોઈ વ્યક્તિએ કહ્યું. આપણે કાશીના વિદ્વાનનું શરણ લઈએ, કોઈએ કહ્યું. સિદ્ધપુર પાટણ જઈ તેનું નિર્માણ કરીએ. તો વળી કોઈએ ફકીર ઓલીઆની સલાહ લેવાં પ્રસ્તાવ મુક્યો. આ સમય દરમ્યાન એક પટેલે કહ્યું કે, આપણે બહુ દુર જવા કરતાં જંગી ગામે બેઠેલ મેકણ બાવાને શરણે જઈએ. તે સિદ્ધિવાન, તપસ્વી અને ચમત્કારી પુરૂષ છે. તેમણે બકુતરામાં સળગતી ધૂણી ભગવી ચાદરમાં નાખી રવાના થયેલા, પરંતુ કપડું સળગ્યું નહિ. તેમજ કંથળનાથ દાદાની મૂર્તિએ જાતે તેમને ધાગો પહેરાવેલ. તેમજ મોમાયા પટેલનાં પાડાને સજીવન કર્યો. સાથે બીજા અનેક દાખલાં જાણવા મળતાં સર્વે જ્ઞાતિજનો સર્વાનુમત્તે મહાત્મા મેકણ પાસે આવ્યા. મહાત્મા મેકણ કાવડ ફેરવી આવ્યા બાદ આસન પર બેસી ચલમસાફી પી રહ્યા છે. આહીર આશો ભગત ફૂલઝાડને પાણી પીવડાવી રહ્યો છે. ત્યાં પાંચસોએક અહીર પટેલઓનું ટોળું આવી પહોચ્યું.મહાત્માને જીનામ પ્રણામ કરી આમલીનાં છાંયે સર્વે લોકો વ્યવસ્થિત રીતે બેસે છે. મહાત્મા મેકણ સર્વની કુશળતા પૂછે છે. આ આહીર મંડળ પોતાનો પ્રશ્ન રજૂ કરે છે. મહાત્મા મેકણ કહે છે . તમે મારા મહેમાન છો. રોટલાં પાણી ખાઈ પછી વાત કરો. આહીર મંડળમાંથી પ્રતિષ્ઠિત પટેલે કહ્યું, ‘બાપુ, આપને રોટલા માટે ઘણી તકલીફ પડશે. અમે રોટલાની સગવડ ગામમાં કરીશું. સંત મેકણે કહ્યું : ‘મહેમાન રોટલા વિના જાય જ નહિ.’ તેથી સૌએ ભોજન લેવાની હા કહી. મહાત્મા મેકણે કાવડનાં તુંબડીમાંથી લોટ કાઢી સાત ઢોસા બનાવી ધુણામાં ભાર્યા બાજુનાં અગ્નિ પર એક હાંડલીમાં થોડું પાણી મૂકી તેમાં દાળ ઓરી. બાજુમાં બેઠેલ આશાને કુંભાર પાસેથી માટીનાં રામકટોરા લાવવાનું કહેતાં તે રામકટોરા લઇ આવ્યો. ગામમાંથી છાસનાં માટલાં મંગાવ્યાં. બાદ પીરસવા માટે જોઈતા ત્રાંસ, કમંડલ પણ ગામમાંથી આવી ગયા. હાંડલીમાં દાળ ચડી રહ્યા બાદ તેમાં મીઠું મરચું નાખી મહાત્માએ આઠ-દસ ભાઈઓને પીરસણિયા તરીકે બોલાવી સર્વને પંગતરૂપે હારમાં બેસી જવાનું કહ્યું. તેમણે ધૂણા પર ધૂપ કરી રિદ્ધિદેવીનું આવાહન કરી હાંડલીમાંથી થોડી થોડી દાળ કમંડલમાં લઇ જઈ દરેક પીરસણીયાને રામકટોરામાં પીરસવાની સુચના કરી. બીજા બે-ચાર ભાઈઓએ ધૂણામાંથી ચીપિયા વડે ઢોસા (રોટલા) કાઢી ત્રાંસમાં ભરી પંગતમાં બેઠેલાં ભાઈઓને પીરસવાનું શરૂ કર્યું. ખાનારાઓને દાળ, રોટી અને છાસનો સ્વાદ સરસ લાગ્યો. જમવા બેઠેલાં સર્વે લોકોને નવાઈ લાગી કે માત્ર સાત ઢોસા અને નાની હાંડલીમાં દાળથી પાંચસો માણસોએ ભોજનની તૃપ્તિ કરી. આ સિદ્ધિવાન મહાત્મા છે. તે જરૂર આપનું કલ્યાણ કરશે. હવેથી આપણને સાચો રસ્તો આ મહાત્મા બતાવશે અને આપણે સુખી થઈશું.ભોજન-પાણી લઇ રહ્યાં બાદ મહાત્મા મેકણ પાસે સર્વે આહીર લોકો પોતાનાં દુઃખો ઠાલવી તેમાંથી ઉદ્ધાર કરવાં અરજ કરે છે. મહાત્મા મેકણ આ આહીરોની સર્વ હકીકતથી વાકેફ થઇ, તેમને યોગ્ય ઉપદેશ આપતા કહે છે કે, ‘હે આયરો, તમે તમારાં બાપને ભુલી ગયાં છો. તમે સાચો માર્ગ ભૂલ્યા છો. તમારાં વડીલ-બાપ રૂપી શ્રી કૃષ્ણ ભગવાનને તમે ઓળખતા જ નથી. તમે અવળે રસ્તે પડી દેવ-દેવી, મેલડી, ખેતરપાળ, પાટુપીર, ફકીરને પુજવામાં તમે જુદા જુદા પંથ કર્યા, સર્વ સૃષ્ટિનો સર્જનહાર પરમાત્મા છે. પરમાત્માએ જ કૃષ્ણ અવતાર ધારણ કર્યો હતો. તમારો તો ધૂન-ધણી કૃષ્ણ છે.શ્રી કૃષ્ણ સિવાય કાળાનાગને નાથી શકાય જ નહિ. તમાર ગામ અને ઘરોમાં માણસોને વાળાના રોગ છે. તે વાળો સર્પ આકારનો તાતણો છે. જયાં કૃષ્ણનો વાસ હશે ત્યાં વાળો રહેશે જ નહિ. તમારી ઉત્પત્તિ જુઓ. ગોકુલ-મથુરાને યાદ કરો. તમારી ઉત્પત્તિ હવે સાંભળો.’ મહાત્મા આયારોને ઉત્પત્તિ કહે છે : આયારો શ્રી કૃષ્ણ ભગવાનનાં સહચારી છે મારા અનુભવમાં આવેલ કથાનો એક દાખલો આપું છું. શ્રી રામાયણનાં બાલકાંડમાં ૨૨૭ માં પાને લખ્યું છે કે, પરબ્રહ્મ પરમાત્મા શ્રી નારાયણના નાભિકમળમાંથી શ્રી બ્રહ્માજી ઉત્પન્ન થયાં. તેનાથી મરીચી, મરીચિના કશ્યપ અને કશ્યપની તેર પત્નીઓ. તેમાં બિનતાના સૂર્ય, અરૂણ પાંગળોને ગરુડએ ત્રણ ભાઈઓ. તેમાં સૂર્યના વૈવસ્તવ મનું, જેનાં વંશમાં નારાયણથી ૬૮ મી પેઢીએ શ્રી રામચંદ્રજીનો અવતાર થયેલો. આ પ્રસંગ રામાયણમાં વિસ્તારથી છે. કશ્યપની બીજી સ્ત્રી નિતિના દેવતાઓ અને અનિતિનાં અસુરો થયા. ચોથી સ્ત્રી કર્ઢુંનાં નવ કરોડ નાગ થયાં. બાકીની નવ સ્ત્રીઓનો પરિવાર પણ વિસ્તાર પામેલો છે. દેવી કર્ઢુંનાં નવ કરોડ નાગમાં અહીનાગના આહીર થયા. જેને આપણે આયર કહીએ છીએ.