У нас вы можете посмотреть бесплатно GPSC માં થઈ રહેલા બદલાવ વિષે ચર્ચા или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
#gpsc વિદ્યાર્થીની પીડા વ્યથા અને વેદના અચૂક સાંભળો.. GPSCમાં પાસ થવા સારૂ મુખ્ય પરીક્ષા+ Interviewનો કુલ સ્કોર ગણવામાં આવે છે. મુખ્ય પરીક્ષામાં એક માર્ક્સ વધારે લેવા સારૂ ઉમેદવારને વર્ષો સુધી મહેનત કરવી પડે છે. પરંતુ તાજેતરની પરીક્ષામાં ઈન્ટર-વ્યુમાં મનસવી માર્ક્સ આપીને ઉમેદવારોને પાસ કરવામાં આવે છે. ઉ.દા. Advertise 20- GPSC class1-2 મુખ્ય પરીક્ષામાં બન્ને general category ના ઉમેદવાર છે. 430 માર્ક્સ મેળવનાર વિદ્યાર્થી નાપાસ થાય છે. અને 372 માર્ક્સ મેળવનાર પાસ થઈ જાય છે. 2.Interview and human error આપે તાજેતરમાં ફેબ્રુઆરીમાં લેવાયેલ GPSC class1-2 ના Interviewમાં એક ઉમેદવારને 92 માર્ક્સ( Highest) આપેલ છે, જ્યારે એક ઉમેદવારને 10 માર્ક્સ (Lowest) આપેલ છે. 92 માર્ક્સ વાડા શ્રેષ્ઠ હ્સે અને 10 માર્ક્સ વાડા ડફોળ, પરંતુ જે aspirantને 92 માર્ક્સ આવ્યા છે તેની વિરુદ્ધ તાજેતરની class ½ advertise 47માં ખુદ GPSCએ ચાલુ પરીક્ષા દરમિયાન પરીક્ષક અને પોલીસ સ્ટાફ સાથે અશોભનીય વર્તન અને 3 કલાકના નિયત સમય બાદ પણ પરીક્ષાનું પેપર ચાલુ રાખેલ હોઈ, તેમને debarred કર્યુ છે. GPSCએ હાઈકોર્ટમાં એમ પણ સ્વીકારેલ છે કે claas 1 examમાં કોઈ પણ aspirantનૂં આ પ્રકારનું વલણ અશોભનીય છે. તેમની પાસે aspirantની તમામ કરતૂતના cctv પણ ઉપલબ્ધ છે તેમ GPSCએ સ્વીકારેલ છે. Aspirantએ GPSC સામે પીટીશન પણ દાખલ કરેલ છે, જેમાં GPSC એ factને આધારે નામ.હાઈકોર્ટ્માં જવાબ submit કરેલ છે. (ઉપરની તમામ વાતનું fact ચકાસવા નામ.હાઈકોર્ટની વેબસાઈટ પર SCA 9760/2024ના તા: ૧૮/૧૦/૨૦૨૪ના ચૂકાદા જોવા વિનંતી છે.) અહીં GPSCએ બે માંથી 1 વસ્તુ સ્વીકારવી જ રહે. પ્રથમ કે નામ. હાઈકોર્ટમાં SCA 9760/2024માં 92 માર્ક્સ વાડા Aspirant વિરુદ્ધ તેમનું સબમિશન ખોટુ છે, અથવા તેમનાથી interview દરમિયાન કોઈ Aspirantના 15minute ના વર્ણનને આધારે ચાકાસવામાં ભૂલ થઈ ગઈ છે. જો ભૂલ જ થઈ ગઈ છે તો તમામ interviewમાં human errorની સંભાવના રહે છે, એ પણ સ્વીકારવું પડશે. human errorની સંભાવના રહેતી હોય ત્યારે મનસ્વી રીતે કોઈક ને 92 માર્ક્સ આપવા અને કોઈકને 10 માર્ક્સ આપી તમે એક aspirantની નહીં પરંતુ તેના પરિવારની મહેનતની મઝાક ઉડાવી રહ્યા છો. UPSCમા GPSCની સાપેક્ષે ખૂબ જ પ્રતિષ્ઠિત અને અનુભવી લોકો interview panelમાં બેઠા હોય છે તેમ છતાં માત્ર 20-25% માર્ક્સનો ગેપ જોવા મળે છે. જોકે GPSCમાં પણ દાસાસર અને નલીનસરના સમયે interviewમા કોઈ જ પ્રકારની સમસ્યા નથી રહી. GPSCમાં અગાઉ 25-30%નો જ ગેપ રહેતો. 3.15-20 મિનિટના જજમેન્ટના આધારે વર્ષોની મહેનત પર પાણી ફેરવાય છે. કોઈ ઉમેદવાર ગુજરાતના છેવાડા વિસ્તારમાંથી આવે છે, આદિવાસી વિસ્તારમાંથી આવે છે. તેનું ભણતર ખૂબ સામાન્ય રહ્યુ હોઈ. તેને અંગ્રેજી અન્ય શહેરોના વિદ્યાર્થી જેમ ન આવડતી હોય. તેની માનસિક , આર્થિક અને સામાજિક સ્થિતિ ખૂબ સંઘર્ષ ભરેલી હોય. આ તમામ પરિસ્થિતિ વચ્ચે તે ઉમેદવાર પેટ પર પાટા બાંધીને , દિવસ રાત મહેનત કરીને પ્રાથમીક , મુખ્ય પરીક્ષા પાસ કરીને વર્ષો પચી GPSC interviewમાં પહોંચે છે. પરંતુ, આપ સાહેબશ્રી 15 મિનિટના જજમેન્ટના આધારે ઉમેદવારને ૧૦-૨૦ માર્ક્સ આપો છો. અંતે એ જ થાય છે. 430 માર્ક્સ મેળવનાર વિદ્યાર્થી નાપાસ થાય છે. અને 372 માર્ક્સ મેળવનાર પાસ થઈ જાય છે. 4. ગુજરાતી ભાષાનું પેપર માત્ર qualify કરવામાં આવ્યુ. ? રાજ્ય સરકાર ગુજરાતી ભાષાને પ્રમોશન કરે છે. આપણા યશશ્વી વડાપ્રધાનશ્રી મોદીની પહેલ “વાંચે ગુજરાત” તો યાદ જ હશે આપને. ભારતના લગભગ તમામ રાજ્યોમાં રાજ્યોની PCSનું પેપર જે તે રાજ્યની ભાષાનું હોય જ છે. ઉ.દા. કર્ણાટક, પશ્ચિમ બંગાળ, પંજાબ વગેરે.. વધુમાં, તાજેતરમાં મહારાષ્ટ્ર સરકારે MPSCમા ફરજિયાત મરાઠી ભાષાનું પેપર દાખલ કર્યું. માહાત્મ ગાંધી “ હરિજન: નામનું સાપ્તાહિક ગુજરાતીમાં લખતાં હતા.આપણા ગુજરાતની વહિવટી ભાષા પણ ગુજરાતી છે. પરંતુ આપશ્રીએ ગરવી ગુજરાત ભૂમિની સુમધુર ભાષા ગુજરાતીને ક્લાસ 1-2 ની પરીક્ષામાં મુખ્ય પેપર તરીકે બાકાત કરેલ છે. આપના આ નિર્ણાયથી ગુજરાતમાં બીજા રાજ્યોના ઉમેદવારોનો ભરમાર થશે.જે યોગ્ય નથી. 5. STI ની પ્રાથમિક પરીક્ષાની સમસ્યા. તાજેતરમાં લેવાયેલ STI પ્રાથમિક પરીક્ષામાં આશરે 260 શાળામાં કેમેરા બંધ કરી દેવામાં આવેલ હતાં. જે અંગે અધ્યક્ષ માનનીય અધ્યક્ષશ્રીએ “કેમેરાના માધ્યમથી પેપર લીક થઈ શકે તેવું કારણ આપ્યુ હતુ” આખી દુનિયામાં cctv કેમેરાના અધારે પરીક્ષા લેવાતી હોય છે. માન. અધ્યક્ષશ્રી સાહેબના લોજિક મુજબ ચાલીએ તો UPSC. NEET. JEE તમામની પરીક્ષામાં કેમેરા બંધ થવા જોઈએ. કોઈ જગ્યા એ ચોરી કરતા, કે ગેરરીતિ આચરતા કોઈ વિધ્યાર્થીને તમે cctv કેમેરાના અભાવથી કેવી રીતે પકડી શક્શો, અથવા એને દોશી પૂરવાર કરી શકશો ? 6. માહિતી અધિકાર અધિનિયમનું યોગ્ય પાલન નહી. વિદ્યાર્થી તેની મુખ્ય પરીક્ષાની જવાબવાહીને માહિતી અધિકાર અધિનિયમ અંતર્ગત નિયત ફી ચૂકવીને મંગાવી શકે છે. તાજેતરમાં અધ્યક્ષશ્રીએ નિર્ણય લીધો કે વિદ્યાર્થીની મુખ્ય પરીક્ષાની જવાબવાહીને માત્ર 30-45 દિવસ જેટલા સમયગાળામાં જ મંગાવી શકશે, કારણકે Pro active disclosure અંતર્ગત વિદ્યાર્થી પૂરતો સમયગાળો મળે છે. સાહેબ શ્રી, કોઈ વિદ્યાર્થીને 6 મહીના પછિ કે 1 વર્ષ પછી તેની જવાબવાહીની જરૂરિયાત જણાય તેવા કિસ્સામાં બંધારણના અનુચ્ચેદ-૧૯(1)(અ) અંતર્ગત એ શા માટે ના મંગાવી શકે ? આ સિવાય હજી ઘણી બાબતોમાં આપને સુધારા કરવાની જરૂર છે.સાહેબ ગુજરાતના યુવાનોના ભવિષ્ય સાથે ચેડાં કરવાનું ઊચિત નથી. GPSCની સીસ્ટમ સમજ્યા વગર સીધી જ અવનવી સંશોધન કરવાની વૃત્તિને કારણે છેલ્લાં 4-5 ઈન્ટરવ્યુમાં અનેક પરિવારો અને અને તેમના સમાજને નુકશાન થઈ ચૂકેલ છે. ગુજરાતના વિદ્યાર્થીઓ ત્રાહિમામ પોકારે છે. ગુજરાતના યુવાનો માઈકાંગલા સમજવાની કે તેમને ડરાવાની ભૂલ ના કરતાં. આત્મમંથન કરી , વિદ્યાર્થીને સાથે રાખી GPSCને શિખરની નવી ઊંચાઈએ લઈ જાવ તેવી અપેક્ષા સહ.