У нас вы можете посмотреть бесплатно Shree Hanuman Bavni | Hanumanji | Ruchita Prajapati | Lyrical | Gujarati Devotional Bavni | или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
@meshwaLyrical Presenting : Shree Hanuman Bavni | Hanumanji | Ruchita Prajapati | Lyrical | Gujarati Devotional Bavni | #hanuman #bavani #lyrical Audio Song : Shree Hanuman Bavni Singer : Ruchita Prajapati Lyrics : Traditional Music : Jitu Prajapati Deity : Hanuman Dada Temple: Sarangpur Festival : Hanuman Jayanti Label :Meshwa Electronics જય હો જય હો જય હનુમાન જય હો જય હો જય હનુમાન હે..બ્રહ્મચારી જતિ જગમાં એક સેવાનો લીધો છે ભેખ, રુદ્ર તણો છે એ અવતાર અંજની વાયુ કેરો બાળ. હે..બાળપણની કહું શું વાત ફળ જાણી રવિ ગ્રહ્યો હાથ, રાહુ કેતુ મન મુંઝાય ઈન્દ્રની પાસે તેઓ જાય જય હો જય હો જય હનુમાન જય હો જય હો જય હનુમાન હે..માર્યુ વજ્ર ને પડ્યો બાળ વાયુએ લીધી સંભાળ, ક્રોધે ભરાયા વાયુદેવ બંધ ગતિ કીધી તત્ખેવ. હે..મચ્યો સઘળે હાહાકાર દેવો દોડ્યા તેણી વાર, સ્તુતિ કીધી છોડી અભિમાન પ્રસન્ન થઈ આપ્યા વરદાન. જય હો જય હો જય હનુમાન જય હો જય હો જય હનુમાન હે..બળવંતા બન્યા હનુમાન મહાબલી વળી વજ્ર સમાન ભણતર ભણ્યા સૂર્યની પાસ સંગીતનો કીધો અભ્યાસ. હે..કરતા ઋષિને એ હેરાન શાપ દીધો બળનું ભૂલ્યા ભાન, શાપ નિવારણ ઋષિ કરે તુજ બળનું કો ભાન કરે જય હો જય હો જય હનુમાન જય હો જય હો જય હનુમાન હે..ભણી ગણી પંડિત થયા સુગ્રીવના એ મંત્રી બન્યા, માત સીતાને શોધે રામ બ્રાહ્મણ રૂપે જાય હનુમાન. હે..મહાબળી છે આ હનુમાન ભાન કરાવે જાંબુવાન, બળવંતા એ તૈયાર થાય માત સીતાની શોધ કરાય. જય હો જય હો જય હનુમાન જય હો જય હો જય હનુમાન હે..સમુદ્ર પરથી લંકા જાય મૈનાક પર્વત મન હરખાય, નાગ માતા આવે છે ત્યાંય બળબુદ્ધિ જોઈ રાજી થાય. હે..રાહુની મા સિંહિકા મળે. પળમાં એનો નાશ કરે લંકામાં લંકિની મળે મુષ્ટિ પ્રહારે સીધી કરે જય હો જય હો જય હનુમાન જય હો જય હો જય હનુમાન હે..વિભીષણને જોયા છે જ્યાંય ભક્ત હૃદય ભેટ્યા છે ત્યાંય, મેળવી માતાજીની ભાળ કર જોડી કર્યા નમસ્કાર હે..રામ સેવકની પહેચાન થાય અંગૂઠી આપી છે જ્યાંય સંહાર્યા રાક્ષસને ઠેર ઠેર વર્તાવ્યો છે કાળો કેર. જય હો જય હો જય હનુમાન જય હો જય હો જય હનુમાન હે..સમરણ કરતાં રામનું મન લંકાનું કીધું છે દહન, ત્યાંથી આવ્યા રામની પાસ ઉર ઉમંગે જોડ્યા હાથ. હે..તમ કૃપાથી કીધું કામ નિરહંકારી ને નિષ્કામ, યુદ્ધમાં લક્ષ્મણ થાય બેભાન સંજીવની લાવે હનુમાન. જય હો જય હો જય હનુમાન જય હો જય હો જય હનુમાન હે..રાજી થઈ બોલ્યા ભગવાન ભરત સમ ભાઈ હનુમાન, રામ લક્ષ્મણની ચોરી થાય ચોમેર હાહાકાર વરતાય. હે..અહિરામણ માર્યો પાતાળ લાવ્યા રામ-લક્ષ્મણ ભોપાળ, દિવસે યુદ્ધ કરે મૂકી મન રાત્રે ચાંપે રામ ચરણ. જય હો જય હો જય હનુમાન જય હો જય હો જય હનુમાન હે..રામસેવામાં રહે પ્રસન્ન માની સાચું સેવા ધન, માતા સીતાએ આપ્યો હાર મોતી તોડ્યા છે તત્કાળ. હે..નારાજ થાય છે સહુ લોક કિંમતી હાર કરે શું ફોક, દેખી બોલ્યા શ્રી હનુમાન રામ વગરના નું શું કામ જય હો જય હો જય હનુમાન જય હો જય હો જય હનુમાન હે..શંકાશીલ બોલ્યા છે વાણ તમ હૃદયમાં ક્યાં છે રામ, હૃદય ચીરી દેખાડે રામ આલિંગન દીધું ભગવાન. હે..રામ એવા સૌ કપિ કહે એ લાભ બીજાને ન મળે, ભરત શત્રુઘ્ન ને લક્ષ્મણ ગોઠવે રામ સેવાનો ક્રમ. જય હો જય હો જય હનુમાન જય હો જય હો જય હનુમાન હે..કપિ માટે ન રાખ્યું કામ ત્યારે બોલ્યા શ્રી હનુમાન, ચપટી વગાડું એ મુજ કાજ બગાસું આવે શ્રી મહારાજ. હે..રાત-દિવસ બસ રામની પાસ ક્યારે બગાસું લે મહારાજ, કંટાળ્યા આથી સૌ જન સોંપી સેવા વાયુતન. જય હો જય હો જય હનુમાન જય હો જય હો જય હનુમાન હે..સત્યભામા ને સુદર્શન ગરુડ ને વળી ભીમ અર્જુન, ગર્વ થયો આ સૌને મન ઉતાર્યો વાયુ નંદન. હે..જ્યાં થાયે શ્રીરામનું ગાન પ્રથમ પધારે શ્રી હનુમાન, તુલસીને દેખાડ્યા રામ કૃપા કરો મુજ પર ભગવાન. જય હો જય હો જય હનુમાન જય હો જય હો જય હનુમાન હે..બાવની પ્રેમે જે કોઈ ગાય મુઠ ચોટ ન લાગે જરાય, ભૂતપ્રેત ને ભેંસાસુર રોગ દોષ સૌ ભાગે દુર. હે..આકણ સાકણ તરિયો તાવ રાહુ કેતુ ભાગે બંગાલ, જન્મ-મરણ ફેરો તરી જાય પુનિત પ્રભુ ભક્ત થવાય. જય હો જય હો જય હનુમાન જય હો જય હો જય હનુમાન જય હો જય હો જય હનુમાન જય હો જય હો જય હનુમાન બોલ શ્રી હનુમાનજી મહારાજ ની જય