У нас вы можете посмотреть бесплатно પારસી રમૂજ & Management | B.N Dastoor | Ramesh Tanna | Navi Savar или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
શ્રી બી એન દસ્તુર, એક એવા પારસી સદગૃહસ્થ જે છેલ્લા સાઠ વર્ષથી લખાતી પોતાની વિવિધ અખબારી કટારોથી તો લોકપ્રિય છે જ પણ મેનેજમેન્ટ અને માર્કેટિંગના હજારો વાર્તાલાપોથી પણ ત્રણ ત્રણ પેઢીને એમણે લાભાન્વિત કરી છે. ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં મેનેજમેન્ટ, માર્કેટિંગ અને ભગવદ્ગીતા વિશેના એમના ૧૬૧ જેટલા પુસ્તકો પ્રકાશિત થયા છે. તેઓ કાર રેલીના વિજેતા પણ થયા છે અને એનસીસીના કમાન્ડર પદે પણ રહી ચૂક્યા છે. પારસી રીતરિવાજને સુપેરે જાળવવાની સાથે એ સવાયા ગુજરાતી પણ સાબિત થયા છે. પારસી હાસ્યમાં શિરમોર ગણાતાં એમના 'વનલાઇનર્સ' હંમેશા તરોતાજા લાગે છે. એમની સાથે મેનેજમેન્ટ, પારસી હ્યુમર અને આધ્યાત્મિક અનુભવીને આવરી લેતો ટૂંકો પણ રસપ્રદ ઇન્ટરવ્યુ પ્રસ્તુત છે Video Shoot\Edited by : Kashyap Parmar લેખકનો પરિચય: રમેશ તન્ના પત્રકાર, સંપાદક, લેખક, વક્તા અને સમાજસેવક છે. પહેલી ડિસેમ્બર, 1966ના રોજ ઉત્તર ગુજરાતમાં પાટણ જિલ્લાના સમી તાલુકાના અમરાપુર ગામમાં તેમનો જન્મ. માતા પ્રભાબહેન પાસેથી માતૃભાષા તથા સંવેદના, પિતા પ્રભુરામ પાસેથી ઉદારતા તથા સરળતા અને ગામ અમરાપુર પાસેથી સામાજિક દાયિત્વનો વારસો તેમણે ઝીલ્યો. બી.કૉમ થયા પછી તેમણે પત્રકારત્વ વિષયમાં પણ સ્નાતકની ઉપાધિ મેળવી. એ પછી મહાત્મા ગાંધી સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠમાંથી તેઓ પત્રકારત્વ વિષયમાં પારંગત (માસ્ટર) થયા. અહીં જ તેમણે બે વર્ષ પત્રકારત્વ વિભાગમાં પૂર્ણ સમયના વ્યાખ્યાતા તરીકે ફરજ બજાવી. સ્વતંત્ર રહીને સમાજ ઉપયોગી લેખન કરવાના પ્રયોજન સાથે તેમણે નોકરી છોડી. વિવિધ અખબારોમાં મુક્ત રીતે લખતા રહ્યા. થોડાં વર્ષો જીવનસાથી અનિતા જતકર સાથે 'અમદાવાદ ટુડે' સાપ્તાહિક અને 'સંગોષ્ઠિ ફીચર્સ એજન્સી'નું સંચાલન કર્યું. 1999થી 2013 સુધી, ચૌદ વર્ષ તેમણે અમેરિકાથી પ્રકાશિત થતા સાપ્તાહિક 'ગુજરાત ટાઇમ્સ'માં મનવાસ ભોગવ્યો. અહીં તેમણે પત્રકાર, પૂર્તિ-સંપાદક અને નિવાસી તંત્રી તરીકે ફરજ બજાવી. આદર્શ અને સત્ત્વશીલ સામયિકનું સર્જન કરવામાં તેઓ સફળ રહ્યા. સને 2013થી તેઓ મુક્ત રીતે લેખન કરે છે. ગુજરાતી ભાષામાં તેઓ પૉઝિટિવ પત્રકારત્વના પ્રણેતા ગણાય છે. તેઓ 1990થી સમાજોપયોગી, વિકાસલક્ષી અને વિધેયાત્મક લેખન કરી રહ્યા છે. સોશિયલ મીડિયામાં તેમણે 2013થી પૉઝિટિવ પત્રકારત્વનો પ્રારંભ કર્યો જેને વાચકો તરફથી સુંદર પ્રતિસાદ મળ્યો. તેમનાં પૉઝિટિવ શ્રેણીનાં પુસ્તકો સમાજમાં હકારાત્મકતા પ્રસારી રહ્યાં છે. તેની 55,000 પ્રતનું વેચાણ થયું છે. Instagram: https://www.instagram.com/navisavar/?... Facebook: / ramesh.tanna.5