У нас вы можете посмотреть бесплатно Charan Kanya Gujarati kavita | Zaverchand Meghani | 👇Subscribe here или скачать в максимальном доступном качестве, которое было загружено на ютуб. Для скачивания выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса savevideohd.ru
ચારણ કન્યા "ઝવેરચંદ મેઘાણી અને દુલાભાયા કાગ ગીર ના જંગલો માં સાહિત્યની ખોજ માં ફરતા ફરતા તુલસીશ્યામ નજીક એક ચારણોના નેસ પાસે પહોંચ્યા અને ત્યાં વાડામાંથી એક સાવજ (સિંહ) વાછડીનો શિકાર કરીને લઇ ગયો તેટલામાંજ ત્યાંનીજ હિરબાઈ નામની એક કન્યા તે સાવજની(સિંહ) પાછળ એક લાકડી લઈને દોડી અને એકલીએજ લાકડી વડે તે સિંહ ને ભગાડી મુક્યો.સિંહ વાછડી ને ખાધા વગર જ નાસી છુટ્યો. ચૌદ વર્ષ ની આ ચારણ-કન્યા ની વીરતા ઉપર જ મેઘાણી આ ચારણ-કન્યા કાવ્ય ની રચના કરી હતી" જેના શબ્દો નીચે મુજબ છે. સાવજ ગરજે ! વનરાવનનો રાજા ગરજે ગીરકાંઠાનો કેસરી ગરજે ઐરાવતકુળનો અરિ ગરજે કડ્યપાતળિયો જોદ્ધો ગરજે મોં ફાડી માતેલો ગરજે જાણે કો જોગંદર ગરજે નાનો એવો સમદર ગરજે ! ક્યાં ક્યાં ગરજે ? બાવળના જાળામાં ગરજે ડુંગરના ગાળામાં ગરજે કણબીના ખેતરમાં ગરજે ગામ તણા પાદરમાં ગરજે નદીઓની ભેખડમાં ગરજે ગિરિઓની ગોહરમાં ગરજે ઉગમણો, આથમણો ગરજે ઓરો ને આઘેરો ગરજે થર થર કાંપે ! વાડામાં વાછડલાં કાંપે કૂબામાં બાળકડાં કાંપે મધરાતે પંખીડાં કાંપે ઝાડ તણાં પાંદડલા કાંપે પહાડોના પથ્થર પણ કાંપે સરિતાઓના જળ પણ કાંપે સૂતાં ને જાગંતાં કાંપે જડ ને ચેતન સૌએ કાંપે આંખ ઝબૂકે કેવી એની આંખ ઝબૂકે વાદળમાંથી વીજ ઝબૂકે જોટે ઊગી બીજ ઝબૂકે જાણે બે અંગાર ઝબૂકે હીરાના શણગાર ઝબૂકે જોગંદરની ઝાળ ઝબૂકે વીર તણી ઝંઝાળ ઝબૂકે ટમટમતી બે જ્યોત ઝબૂકે જડબાં ફાડે ! ડુંગર જાણે ડાચાં ફાડે ! જોગી જાણે ગુફા ઉઘાડે ! જમરાજાનું દ્વાર ઉઘાડે ! પૃથ્વીનું પાતાળ ઉઘાડે ! બરછી સરખા દાંત બતાવે લસ લસ કરતા જીભ ઝુલાવે. બ્હાદર ઊઠે ! બડકંદાર બિરાદર ઊઠે ફરસી લેતો ચારણ ઉઠે ખડગ ખેંચતો આહીર ઊઠે બરછી ભાલે કાઠી ઊઠે ઘર ઘરમાંથી માટી ઊઠે ગોબો હાથ રબારી ઊઠે સોટો લઈ ઘરનારી ઊઠે ગાય તણા રખવાળો ઊઠે દૂધમલા ગોવાળો ઊઠે મૂછે વળ દેનારા ઊઠે ખોંખારો ખાનારા ઊઠે માનું દૂધ પીનારા ઊઠે ! જાણે આભ મિનારા ઊઠે ! ઊભો રે’જે ત્રાડ પડી કે ઊભો રે’જે ! ગીરના કુત્તા ઊભો રે’જે ! કાયર દુત્તા ઊભો રે’જે ! પેટભરા ! તું ઊભો રે’જે ! ભૂખમરા ! તું ઊભો રે’જે ! ચોર લૂંટારા ઊભો રે’જે ! ગા-ગોઝારા ઊભો રે’જે ! ચારણ કન્યા ચૌદ વરસની ચારણ કન્યા ચૂંદડીયાળી ચારણ કન્યા શ્વેતસુંવાળી ચારણ કન્યા બાળી ભોળી ચારણ કન્યા લાલ હિંગોળી ચારણ કન્યા ઝાડ ચડંતી ચારણ કન્યા પહાડ ઘૂમંતી ચારણ કન્યા જોબનવંતી ચારણ કન્યા આગ ઝરંતી ચારણ કન્યા નેસ નિવાસી ચારણ કન્યા જગદમ્બા શી ચારણ કન્યા ડાંગ ઉઠાવે ચારણ કન્યા ત્રાડ ગજાવે ચારણ કન્યા હાથ હિલોળી ચારણ કન્યા પાછળ દોડી ચારણ કન્યા ભયથી ભાગ્યો ! સિંહણ, તારો ભડવીર ભાગ્યો રણ મેલીને કાયર ભાગ્યો ડુંગરનો રમનારો ભાગ્યો હાથીનો હણનારો ભાગ્યો જોગીનાથ જટાળો ભાગ્યો મોટો વીર મૂછાળો ભાગ્યો નર થઈ તું નારીથી ભાગ્યો નાનકડી છોડીથી ભાગ્યો ! – ઝવેરચંદ મેઘાણી Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use. #Charan_kanya #Javerchand_Meghani #Gujarati_poem #Proud_of_Gujarat #ગુજરાતી_કવિતા #ગુજરાતી_સાહિત્ય #ઝવેરચંદ_મેઘાણી #ગીર #ચારણ_કન્યા