У нас вы можете посмотреть бесплатно વસિયતનામું શા માટે બનાવવું જ જોઈએ ? | એડવોકેટ શૈલેષ શાહ | Ramesh Tanna | Navi Savar или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
આજની પૉઝિટિવ સ્ટોરી નિઃશુલ્ક રીતે લોકોને વસિયતનામું તૈયાર કરી આપતા એડવોકેટ શૈલેષ શાહ આલેખનઃ રમેશ તન્ના પ્રોફેશનાલિઝમના આ હળાહળ જમાનામાં દરેક પ્રોફેશનલ વ્યક્તિ સહેજ માર્ગદર્શન આપે તો પણ તેનો ચાર્જ મળે તેવી એપેક્ષા રાખે છે. આવી સ્થિતિમાં અમદાવાદના શૈલેષ શાહ સિનિઅર સિટિઝન્સને નિઃશુલ્ક રીતે વસિયતમાનું તૈયાર કરી આપે છે. શૈલેષભાઈ આંકડો કહેતા નથી પણ અત્યાર સુધી તેમણે હજારો લોકોને વસિયતનામાં બનાવી આપ્યાં છે. એટલું જ નહીં, આદર્શ અમદાવાદ સંસ્થા સાથે મળીને વસિયતનામાં અંગે જાગૃતિનું પણ ઘણું મોટું કાર્ય પોતાની રીતે અને પ્રીતે સાતત્ય સાથે, નિસબતથી, પ્રેમ-સંવેદનાથી, ધીરજથી કર્યું છે. 2007માં તેમના મોટાભાઈ સુરેશભાઈ હિંમતભાઈ શાહ અચાનક બિમાર પડ્યા. મૃત્યુ પહેલાં તેમણે પોતાના બંધુ શૈલેષભાઈને વિનંતી કરી કે તું મારું વસિયતનામું બનાવી આપ. ભાઈ તો હૉસ્પિટલમાં હતા. શૈલેષભાઈ ઑફિસમાં ગયા. ભાઈનું વસિયતનામું બનાવતાં તેમને બે કલાક થયા. એ બે કલાકમાં સુરેશભાઈએ વારંવાર પૂછ્યું કે શૈલેષ હજી કેમ ના આવ્યો ? એ બે કલાકે શૈલેષભાઈને મોટો ધક્કો માર્યો. પોતાના ભાઈના પાર્થિવ દેહ સામે જ તેમનાથી સંકલ્પ થઈ ગયો કે હું લોકોને નિઃશુલ્ક વસિયતનામું બનાવી આપીશ. 2007થી 2024 એટલે કે 17 વર્ષથી તેઓ આ કામ કરી રહ્યા છે. સેંકડો લોકોને તેમણે વિલ બનાવી આપ્યાં છે. એટલું જ નહીં તેની જાગૃતિ માટે પણ તેમણે વિશેષ પ્રયાસ કર્યા છે. આપણા ત્યાં હજી વસિતયનામાંની જાગૃતિ નથી. લોકો વસિયતનામું કરવાની ગંભીરતા સમજતા નથી. અમે તો હજી સાજા-નરવા છીએ અમારે વસિયત બનાવવાની કોઈ જરૂર નથી. આવી અનેક માન્યતાને કારણે લોકો વસિયત બનાવતા જ નથી. ઘણા કિસ્સામાં પછી ખૂબ જ પ્રશ્નો થાય છે. ઘણા તો એવા પ્રશ્નો થાય છે કે જે ઝટ ઉકેલી શકાતા નથી. ઘણાં માતા-પિતા હેરાન પણ થાય છે. અરે સ્વાર્થી સંતાનો તેમને કાં તો વૃદ્ધાશ્રમ મૂકી આવે છે કાં તો રસ્તે રઝળતાં કરી દે છે. ક્યારેક ઘરમાંને ઘરમાં ખૂબ હેરાન કરે, રિબાવે એવું પણ બને છે. ઘણાં ચતુર સંતાનો માતા-પિતાને ફોસલાવીને વસિયતમાં સહી કરાવી લે છે. આવું તો ઘણું બને છે. આપણા આ સંવેદનશીલ અને સેવાભાવી શૈલેષભાઈ વસિયત અંગેની સાચી અને પૂરી જાણકારી આપીને દરેકને મદદ પણ કરે છે. તેમનો અમદાવાદનો સંપર્ક નંબર 9825047472 છે. (વીડિયોને અંતે તેમના કાર્યાલયનું સરનામું પણ લખ્યું છે.) (પૉઝિટિવ મીડિયા માટે આલેખનઃ રમેશ તન્ના 9824034475) Video edited by Tushar Leuva Facebook: / ramesh.tanna.5 #PositiveStorieswithRameshTanna #RameshTanna #NaviSavar